મુંબઈ: કોરોનાવાયરસ મહામારી વચ્ચે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી સતત માઠા સમાચાર આવી રહ્યાં છે. શનિવારે હિન્દી ફિલ્મોના જાણીતા ગાયિકા અનુરાધા પૌડવાલના પુત્ર આદિત્ય પૌડવાલનું 35 વર્ષની વયે નિધન થયું હતું. આદિત્યના નિધનના સમાચારથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. આદિત્ય મ્યૂઝિક કમ્પોઝર, અરેન્જર અને પ્રોડ્યૂસર હતા.
મીડિયા રિપોર્ટ અનુસાર, કિડની ફેલ થવાના કારણે આદિત્યનું મોત નીપજ્યું છે. આદિત્ય છેલ્લા લાંબા સમયથી કિડનીની બીમારી સામે લડી રહ્યો હતો અને તે મુંબઈની હોસ્પિટલમાં દાખલ હતા ત્યાં તેમની સારવાર ચાલી રહી હતી.


આદિત્ય પૌડવાલ પોતાની માતા અનુરાધાના પગલે ચાલી રહ્યો હતો. તે ભજન અને ભક્તી ગીત પણ ગાતો હતો. સાથે મ્યૂઝિક કંપોઝર અને મ્યૂઝિક પ્રોડ્યૂસર પણ હતા. લિમ્કા બુક ઑફ રેકોર્ડસમાં આદિત્યનું નામ દેશના સૌથી નાની ઉંમરના મ્યૂઝિક ડાયરેક્ટરની કેટેગરીમાં સામેલ છે.



ઉલ્લેખનીય છે કે, અનુરાધા પૌડવાલના લગ્ન 1991 માં અરુણ પૌડવાલ સાથે થયા હતા. જે પ્રસિદ્ધ સંગીતકાર એસડી બર્મનના સહાયક હતા.ખુદ અરુણ પણ સંગીતકાર હતા, નેવુના દાયકામાં અનુરાધા પોતાના કેરિયરને લઈને ટોપ પર હતી તે સમયે તેમના પતિ અરુણનું એક દુર્ઘટનામાં મૃત્યું થયું હતું. હવે પુત્ર આદિત્યના નિધન બાદ તેમના પરિવારમાં અનુરાધાની પુત્રી કવિતા પૌડવાલ છે.