મુંબઈ: બોલીવૂડ અભિનેતા અર્જુન કપૂર અને એક્ટ્રેસ પરિણીતી ચોપરાની આગામી ફિલ્મ 'સંદીપ ઔર પિન્કી ફરાર'નું ફર્સ્ટ લુક પોસ્ટર સામે આવ્યા બાદ ટ્રેલર પણ લોન્ચ કરી દેવામાં આવ્યું છે. ટ્રેલર ખૂબજ શાનદાર છે. ફિલ્મ મેકર્સે ટ્રેલરમાં ઘણું સસ્પેન્સ બનાવવાનો પ્રયાસ કર્યો છે. દિબાકર બેનર્જીની આ ફિલ્મ 20 માર્ચે રિલીઝ થશે.

2 મિનિટ 27 સેકન્ડનું આ ટ્રેલર ખૂબજ દમદાર લાગી રહ્યું છે. તેને જોયા બાદ ફિલ્મની જોવાની આતુરતા વધી જાય છે. ફિલ્મમાં પરિણીતિ ચોપડા સંદીપ કૌરની ભૂમિકામાં છે, જ્યારે અર્જૂન કપૂર પિંકી દહિયાની ભૂમિકામાં નજર આવશે. ટ્રેલર સસ્પેન્સ સાથે શરૂ થાય છે. 'સંદીપ ઔર પિન્કી ફરાર'માં પરિણીતિ અને અર્જૂન સિવાય જયદીપ અહલાવત અને નીના ગુપ્તા જેવા કલાકાર પણ નજર આવશે.


અર્જુન કપૂર અને પરિણીતી ચોપરાએ ‘ઇશકઝાદે’ ફિલ્મથી સાથે ડેબ્યુ કર્યું હતું. ત્યારબાદ આ બંને ફરીવાર ‘સંદીપ ઔર પિન્કી ફરાર’ ફિલ્મમાં દેખાવાના છે.

દિબાકર બેનર્જીએ ફિલ્મ વિશે કહ્યું આ ફિલ્મને લઈને એવું લાગે છે કે આ ફરીવાર મારી પહેલી ફિલ્મ છે. આ સ્ટોરી એક છોકરી અને છોકરાની છે જે એકબીજા સાથે પણ રહી નથી શકતા અને એકબીજા વગર પણ ચાલતું નથી.