Malaika-Arjun Photos: સોનમ કપૂર અને આનંદ આહુજાએ 15 નવેમ્બરના રોજ તેમના ઘરે ફૂટબોલના દિગ્ગજ ખેલાડી ડેવિડ બેકહામ માટે ખાસ પાર્ટીનું આયોજન કર્યું હતું. તમને જણાવી દઈએ કે, ડેવિડ બેકહામ આ દિવસોમાં યુનિસેફના સદ્ભાવના રાજદૂતના કારણે ભારતની મુલાકાતે છે.
આવી સ્થિતિમાં અભિનેત્રી સોનમ કપૂરે બુધવારે રાત્રે તેને પોતાના ઘરે ડિનર માટે આમંત્રણ આપ્યું હતું. આ પ્રસંગે સમગ્ર કપૂર પરિવારે ભાગ લીધો હતો. બધા ડેવિડ બેકહામને મળ્યા અને તસવીરો પણ ક્લિક કરાવી. આ પાર્ટીમાં અર્જુન કપૂરની ગર્લફ્રેન્ડ મલાઈકા અરોરા પણ સામેલ થઈ હતી. હવે મલાઈકાએ તેના ઈન્સ્ટાગ્રામ પર ઘણી તસવીરો શેર કરી છે.
મલાઈકા અરોરાએ પણ બોયફ્રેન્ડ અર્જુન કપૂર સાથે સોનમ કપૂર અને આનંદ આહુજાના ઘરે ડેવિડ બેકહામની વેલકમ પાર્ટીમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેણે ફૂટબોલર સાથે ખાસ મુલાકાત કરી હતી અને પોતાની ખુશી પણ વ્યક્ત કરી હતી.
મલાઈકાએ મોડી રાતના એક બે નહીં પરંતુ પાંચ ફોટા શેર કર્યા છે. દરેક ફોટોમાં મલાઈકા એક અલગ વ્યક્તિ સાથે જોવા મળે છે, પરંતુ જે ફોટોએ લોકોનું ધ્યાન સૌથી વધુ ખેંચ્યું તે તેનો છેલ્લો ફોટો છે.
આમાં તે બોયફ્રેન્ડ અર્જુન કપૂર સાથે કોઝી જોવા મળી રહી છે. અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું, આ તમારા માટે છે @iamarhaan Khan. આપણા ઓલ ટાઈમ ફેવરિટ @davidbeckham. સુંદર સાંજ માટે @sonamkapoor @andahuja તમારો આભાર. તમને જણાવી દઈએ કે, આ પહેલા ડેવિડ બેકહામ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી સાથે જોવા મળ્યો હતો.
બોલીવૂડ અભિનેતા અર્જૂન કપૂર અને મલાઈકા અરોરા એકબીજાને ડેટ કરી રહ્યા છે. આ શાનદાર કપલ ઘણીવાર પાર્ટીમાં સાથે જોવા મળે છે. હાલ તો સોશિયલ મીડિયા પર મલાઈકા અરોરા અને અર્જૂન કપૂરની આ તસવીરો જોરદાર વાયરલ થઈ રહી છે. મલાઈકા અને અર્જૂન કપૂરના ફેન્સ તેમની આ તસવીરોને લાઈક કરી રહ્યા છે.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial