મુંબઇઃ બૉલીવુડમાં ડ્રગ્સ કેસની તપાસ કરી રહેલી એનસીબીને મોટી જાણકારી હાથ લાગી છે. એક્ટર અર્જૂન રામપાલની ગર્લફ્રેન્ડ ગ્રેબિએલા ડેમેટ્રિએડ્સનો ભાઇ અગિસિયાલોસ ડેમેટ્રિએડ્સએ એક મોટી સેલિબ્રિટીનો સહારો લઇને બૉલીવુડમાં ડ્રગ્સની માયાજાય બિછાવી રાખી હતી.


એનસીબી સુત્રો અનુસાર અગિસિયાલોસ લૉકડાઉન પહેલાથી જ પોતાની ગર્લફ્રેન્ડની સાથે મુંબઇના ખાર વિસ્તારમાં રહી રહ્યો હતો.

એનસીબીના મોટા અધિકારીએ જણાવ્યુ કે અગિસિયાલોસ ભારતમાં વિદેશોમાં ડ્રગ્સની નિકાસ કરવાની તૈયારીમાં હતો. એનસીબીના અધિકારીએ જણાવ્યુ કે ડ્રગ્સ કનેક્શનમાં પકડાયા બાદ અગિસિયાલોસનો મોબાઇલ ફૉરેન્સિક લેબમાં તપાસ કરવા માટે મોકલવામાં આવ્યો હતો, અને ફૉરેન્સિકની ટીમે તેની વૉટ્સએપ ચેટ રિટ્રીવ કરી છે.

(ફાઇલ તસવીર)

વૉટ્સએપ ચેટના વિશ્લેષણ દરમિયાન એનસીબીના અધિકારીઓને ખબર પડી કે અગિસિયાલોસ કેવી રીતે એક આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટમાં જોડાયેલો હતો, અને ઓસ્ટ્રેલિયન, કોલંબિયન, સાઉથ આફ્રિકન અને સાઉથ કોરિયન ડ્રગ્સ પેડલરોના સંપર્કમાં હતો. ખાસ વાત છે કે અગિસિયાલોસના કેટલાક ગ્રાહકો બૉલીવુડની હસ્તીઓ પણ છે, અને તેમની માંગ પ્રમાણે ડ્રગ્સની લે-વેચ કરતો હતો.