Arvind Trivedi death:ગુજરાતી દિગ્ગજ અભિનેતા અરવિંદ ત્રિવેદીનું મંગળવારે હૃદયરોગના કારણે નિધન થઇ ગયું. તેઓ 82 વર્ષના હતા. રામાયણમાં રાવણની યાદગાર ભૂમિકા અદા કરનાર આ કલાકારની એક ગુજરાતી ફિલ્મે ધૂપ મચાવી હતી. જેને જોઇને થિયેટરમાં લોકો તેના આંસુ ન હતા રોકી શક્યા.


1987 માં દૂરદર્શન પર પ્રસારિત થતી રામાનંદ સાગરની અત્યંત લોકપ્રિય પૌરાણિક સિરિયલ 'રામાયણ'માં રાવણનો રોલ કરનાર અભિનેતા અરવિંદ ત્રિવેદીનું મંગળવારે રાત્રે હૃદયરોગના હુમલાથી નિધન થઇ ગયું. તેમણે 300 થી વધુ ગુજરાતી અને હિન્દી ફિલ્મોમાં અભિનય કર્યો હતો. તેમની એક ફિલ્મ ખૂબ જ યાદગાર રહી. જેને જોયા બાદ કોઇ વ્યક્તિ એવું ન હતું જેની આંખમાં આંસુ ન આવ્યાં હોય. આ ફિલ્મ હતી ફિલ્મ “દેશ રે જોયા દાદા પરદેશ રે જોયા”


અરવિંદ ત્રિવેદીની યાદગાર ફિલ્મ


 અરવિંદ ત્રિવેદીની આ યાદગાર ફિલ્મ “દેશ રે જોયા દાદા પરદેશ રે જોયા” ૧૯૯૮ માં રિલીઝ થઇ હતી. તે ૧૯૯૮ સુધીની સૌથી વધુ કમાણી કરનારી ગુજરાતી ફિલ્મ હતી. આ ફિલ્મમાં તેમણે રાધાના દાદાની ભૂમિકા અદા કરી હતી અને તેમના હૃદયસ્પર્શી અભિનય સૌ કોઇને થિયેટરમાં રડાવી દીધા હતા. આ ફિલ્મમાં રામ (હિતેન કુમાર) અને રાધા (રોમા માણેક) બાળપણના પ્રેમ પર છે. તેઓ જૂદા થઇ જાય છે અને ફરી મળે છે પરંતુ તેમના મિલન સામે અનેક વિઘ્નો હોય છે. રાધા લગ્ન કરીને અમેરિકા જતી રહી છે પરંતુ . ભારતીય સંસ્કૃતિથી તદન વિપરિત પતિના વર્તનથી પરેશાન અમેરિકા પરત ફરે છે. આ બંને પ્રેમીના વિયોગ અને મિલનની સાથે ગૂંથાયેલી  આ કથાનકમાં દાદાની ભૂમિકા અદા કરનાર અરવિંદ ત્રિવેદીની ભૂમિકા હૃદયસ્પર્શી રહી અને તેનો અભિનય લોકોના સ્મૃતિપટ પર એક અલગ જ છાપ છોડી ગયો. તેમના સોન્ગ પણ સુપરહિટ સાબિત થયા હતા.


 'રામાયણ'માં રાવણના તેમના પાત્રની સફળતા બાદ અરવિંદ ત્રિવેદીને ભાજપ દ્વારા લોકસભા ચૂંટણી માટે ટિકિટ આપવામાં આવી હતી. તેમણે ગુજરાતના સાબરકાંઠાથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી હતી એટલું જ નહીં, રાવણના પૌરાણિક પાત્રની સફળતાને કારણે તેઓ ચૂંટણી પણ જીત્યા હતા. તેઓ 1991 થી 1996 સુધી લોકસભા સાંસદ હતા. અરવિંદ ત્રિવેદીના ભાઈ ઉપેન્દ્ર ત્રિવેદી પણ ગુજરાતી રંગભૂમિ અને સિનેમાના જાણીતા અભિનેતા હતા