આર્યને NCBની પૂછપરછમાં  તેના પાપા શાહરૂખ ખાનના બિઝી શિડ્યુઅલ વિશે વાત કરી હતી. કેટલીક વખત તો તેની મેનેજર પૂજા પાસે મારે પાપાને મળવા અપોઇમેન્ટ લેવી પડે છે.


બોલિવૂડના બાદશાહ શાહરૂખ દશકો તેમના ફેન્સને ઇન્ટરન્ટેઇન કરી રહ્યાં છે. શાહરૂખ ખાન તેમના કામમાં ખૂબ જ વ્યસ્ત રહે છે. હાલ શાહરૂખ ખાન એક સાથે અનેક પ્રોજેક્ટ પર પણ કામ કરી રહ્યાં છે. જેના કારણે તેનું શિડ્યુઅલ ખૂબ જ ટાઇટ છે. આ સ્થિતિમાં તેના પુત્રએ  પણ તેમને મળવા માટે અપોઇમેન્ટ લેવી પડે છે. તેનો ખુલાસો કોઇ બીજાએ નહીં પરંતુ ખુદ શાહરૂખ ખાનના દીકરા આર્યને કર્યો છે.



આર્યને એનસીબીને કહ્યું કેટલા વ્યસ્ત રહે છે પાપા


એનસીબી સાથે પૂછપરછ દરમિયાન આર્યને જણાવ્યું કે, તેના પિતા હાલ ત્રણ-ત્રણ ફિલ્મોનું સાથે  શૂટિંગ કરી રહ્યાં છે. તેમની અપકમિંગ ફિલ્મ પઠાણને લઇને તે ખૂબ જ મહેનત કરી રહ્યાં છે. પઠાનમાં તેમના રોલના કારણે તેમને કલાકો સુધી મેકઅપમાં રહેવું પડે છે.


આર્યને પૂછપરછ દરમિયાન એનસીબી સમક્ષ જણાવ્યું કે, મારા પાપા એટલા બિઝી રહે છે કે, કેટલીક વખત તો તેમને મળવા માટે મારે તેમની મેનેજર પૂજા પાસે અપોઇટમેન્ટ લેવી પડે છે. ત્યારબાદ જ હું પાપાને મળી શકું છું. ડ્ર્ગ્સના કેસમાં એનસીબીએ આર્યનની ધરપકડ કરી છે. મુંબઇથી ગોવા જઇ રહેલા ક્રૂઝમાં એનસીબીએને મોટી માત્રામાં ડ્રગ્સ મળ્યું હતું. ક્રૂઝમાં સવાર લોકો પાસે ડ્રગ્સ હતું. આ ડ્રગ્સ કેસમાં એનસીબીએ શાહરૂખ ખાનના પુત્ર સહિત 11 લોકોની ધરપકડ કરી છે.


હાલ આર્યન એસસીબીની કસ્ટડીમાં છે અને એનસીબી આર્યનની પૂછપરછ કરી રહી છે. આજે આર્યનને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. 7 ઓક્ટોબર સુધી આર્યને કસ્ટડીમાં રહેવું પડશે. સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ આર્યન પૂછપરછમાં સહકાર આપી રહ્યો છે અને તેમણે કબૂલ કર્યું છે કે, તે 4 વર્ષથી ડ્રગ્સ લઇ રહ્યો છે.