Kangana Ranaut #askkangana twitter Session: બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત ફરી એકવાર માઇક્રો બ્લોગિંગ વેબસાઇટ ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહી છે. અભિનેત્રીએ તાજેતરમાં જ તેના ચાહકો માટે #askangana સત્રનું આયોજન કર્યું હતું, જેમાં તે ઓપન પ્લેટફોર્મ દ્વારા પ્રશ્નોના જવાબ આપતી જોવા મળી હતી. અહીં કંગના પણ રાજકીય મુદ્દાઓ પર ખુલીને બોલતી જોવા મળી હતી. જ્યારે એક પ્રશંસકે અભિનેત્રીને કોંગ્રેસ અને રાહુલ ગાંધી વિશે સવાલ કર્યો તો કંગનાએ તેનો પણ બિંદાસ્ત જવાબ આપ્યો હતો.
કંગના રનૌતના આ ટ્વિટર સેશનમાં જ્યારે એક વ્યક્તિએ એક્ટ્રેસને પૂછ્યું હતું કે, જ્યારે તમે કોઈને કોંગ્રેસ અને રાહુલ ગાંધી વિશે વાત કરતા સાંભળો છો ત્યારે તમને શું લાગે છે? આ સવાલને રિટ્વીટ કરતી વખતે કંગનાએ રમૂજી રીતે 'અલે અલે....સો સ્વીટ' કહીને વાતને હસી કાઢી હતી. અભિનેત્રી કોંગ્રેસ પાર્ટી પર કોઈ જ જવાબ આપ્યા વિના ભાગી ગઈ.
આ સિવાય કંગનાએ રાજનીતિમાં જોડાવાના સવાલ પર પોતાનો જવાબ આપ્યો. તેણીએ કહ્યું હતું કે, હું અત્યારે કંઈ કહી શકુ તેમ નથી... અત્યારે હું એક કલાકાર તરીકે વધુ કામ કરવા માંગુ છું.
આ ઉપરાંત કંગનાએ સંજય રાઉત અને ઉદ્ધવ ઠાકરેને લગતા સવાલનો પણ જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે, કોઈએ બીજાની બરબાદી જોઈને ક્યારેય પોતાને સાચો ન સમજવો જોઈએ. નીચ, દયનીય લોકોને આવું લાગે છે, હું તે પ્રકારની વ્યક્તિ નથી. હું તેમને તેમના કાર્યોનું ફળ ભોગવતા જોઈ રહી છું. બીજી તરફ હું મારી લાગણીઓને ધ્યાનમાં રાખીને ઘણું જોઉં છું અને ચિંતન કરું છું.#askangana
જ્યારે ફેન્સે કંગનાને તેની સૌથી મોટી શક્તિ અને નબળાઈ વિશે પૂછ્યું તો અભિનેત્રીએ કહ્યું હતું કે, મારી હિંમત મારી સૌથી મોટી તાકાત છે, મારી કોઈ નબળાઈ નથી પરંતુ હા ગુસ્સો ચોક્કસપણે નકારાત્મક બાબત છે.
કંગનાએ ફરી એકવાર તેના એક્સ બોયફ્રેન્ડ અને બોલિવૂડ એક્ટર રિતિક રોશનને ટ્વિટર સેશનમાં ઢસડ્યો હતો. જ્યારે અભિનેત્રીને રિતિક રોશન અને દિલજીત દોસાંઝ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે હૃતિકને એક્શન સ્ટાર તરીકે અને દિલજીતને માત્ર એક ગાયક તરીકે રોસ્ટ કર્યો હતો.