સિનેમાના ઈતિહાસમાં અત્યાર સુધી દુનિયાની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ મેકર જેમ્સ કેમરૂનની ફિલ્મ 'અવતાર 2' મોટી કમાણી કરી રહી છે. 'અવતાર 2' 16 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને 8 દિવસમાં આ ફિલ્મ વિશ્વભરમાં તોફાની કલેક્શન કરી રહી છે. ભારતમાં પણ આ ફિલ્મને લઈને ઘણો ક્રેઝ છે.


2009માં કેમેરૂનની ફિલ્મ 'અવતાર' એ ભારતીય દર્શકોને પ્રથમ વખત એક અલગ સ્તરનો ભવ્ય અનુભવ કરાવ્યો હતો. 'અવતાર 2: ધ વે ઓફ વોટર' રિલીઝ થતાં જ તેનું જબરદસ્ત એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે. ભારતમાં પહેલા દિવસે જ 40 કરોડથી વધુની કમાણી કરનાર 'અવતાર 2'એ હવે કમાણીનો રેકોર્ડ બનાવવાનું શરૂ કરી દીધું છે.


'અવતાર 2' 8 દિવસમાં મોટી કમાણી કરી


શુક્રવારથી બોક્સ ઓફિસ પર 'અવતાર 2'નું બીજું સપ્તાહ શરૂ થયું છે. એક રિપોર્ટ અનુસાર, ભારતમાં 8મા દિવસે એટલે કે શુક્રવારે 'અવતાર 2' એ 205 કરોડ રૂપિયાથી વધુનું નેટ કલેક્શન કર્યું છે. અત્યાર સુધી જેમ્સ કેમરૂનની ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર 250 કરોડથી વધુનું ગ્રોસ કલેક્શન કર્યું છે.


ભારતમાં ચોથી સૌથી વધુ કમાણી કરનાર હોલિવૂડ ફિલ્મ


'અવતાર 2' હવે 2016માં 'ધ જંગલ બુક'ને પાછળ છોડીને ભારતમાં ચોથી સૌથી વધુ કમાણી કરનાર હોલિવૂડ ફિલ્મ બની ગઈ છે. આ લિસ્ટમાં માર્વેલની સુપરહીરો ફિલ્મો સૌથી વધુ છે પરંતુ 'અવતાર 2' જે રીતે કમાણી કરી રહી છે તેનાથી આ ફિલ્મોના રેકોર્ડ પણ જોખમમાં છે.



  1. એવેન્જર્સઃ એન્ડગેમ - રૂ. 373 કરોડ

  2. એવેન્જર્સઃ ઈન્ફિનિટી વોર - રૂ. 227.30 કરોડ

  3. સ્પાઈડર મેનઃ નો વે હોમ - રૂ. 219 કરોડ

  4. અવતાર: ધ વે ઓફ વોટર - રૂ. 205 કરોડ* (હવે થિયેટરોમાં)

  5. ધ જંગલ બુક - 188 કરોડ રૂપિયા


બોલિવુડની ટોચની ફિલ્મો કરતાં વધુ કમાણી!


બોક્સ ઓફિસ પર 'અવતાર 2' ની કમાણી ઝડપ કોઈપણ બોલિવૂડ ફિલ્મ કરતા વધુ છે. આ વર્ષે હિન્દી ફિલ્મોએ સિનેમાઘરોમાં ઘણી કમાણી કરવા માટે ઘણો સંઘર્ષ કર્યો છે અને અત્યાર સુધી કોઈ પણ ફિલ્મ 8 દિવસમાં 200 કરોડનો આંકડો સ્પર્શી શકી નથી.


'અવતાર 2' કમાણી મામલે ભારતમાં ટૂંક સમયમાં 2022ની ટોચની બોલિવૂડ ફિલ્મોને પાછળ છોડી દે તેવી પૂરેપૂરી શક્યતા છે. આ વર્ષે ભારતીય બોક્સ ઓફિસ પર ટોચની 5 બોલિવૂડ મૂવીઝ કલેક્શન (તમામ ભાષાઓમાં) છે:



  1. બ્રહ્માસ્ત્ર - રૂ. 269 કરોડ

  2. કાશ્મીર ફાઇલ્સ - રૂ. 252.90 કરોડ

  3. દ્રશ્યમ-2 - રૂ 225 કરોડ* (હજુ થિયેટરોમાં)

  4. ભૂલ ભૂલૈયા 2 - રૂ. 186 કરોડ

  5. ગંગુબાઈ કાઠિયાવાડી - રૂ. 132 કરોડ


રોહિત શેટ્ટી અને રણવીર સિંહની ફિલ્મ 'સર્કસ' આ શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. પરંતુ પહેલા દિવસે આ ફિલ્મની કમાણી 7 થી 8 કરોડની વચ્ચે જ થઇ હોવાનું કહેવામા આવી રહ્યું છે. 'સર્કસ'ના રિવ્યુ પણ બહુ સારા નથી રહ્યા અને સોશિયલ મીડિયા પર પણ તેની સારી પ્રશંસા થઇ રહી નથી