Alia Bhatt With Baby Bump: ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'ના પ્રમૉશનની સાથે જ આલિયા ભટ્ટ પોતાની મેટરનિટીની ફેશનની ચર્ચા જગાવી રહીછે. હવે લવન્ડર જેકેટ્માં તેના લેટેસ્ટ લૂક પર જરા એક નાંખો, આ નવી તસવીર ખુબ જ વાયરલ થઇ રહી છે. પતિ રણબીર કપૂરની સાથે આલિયા ભટ્ટની પહેલી ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' 9મી સપ્ટેમ્બરે રિલીઝ થઇ રહી છે. બૉયકોટ બ્રહ્માસ્ત્ર ટ્રેન્ડ વચ્ચે બન્ને સ્ટાર્સ ફિલ્મના જબરદસ્ત પ્રમૉશનમાં જોડાયા છે. પરંતુ દરેક ઇવેન્ટમાં દરેકની નજર ખાસ કરીને આલિયા ભટ્ટ પર જ અટકી રહી છે, કેમ કે તે હાલમાં પ્રેગનન્ટ છે અને જલદી માં બનવાની છે.
પતિ રણવીર કપૂરની સાથે આલિયા ભટ્ટની પહેલી ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' 9મી સપ્ટેમ્બરે રિલીઝ થઇ રહી છે, અને તેના માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. આલિયા ભટ્ટ પ્રમૉશન માટે સોશ્યલ મીડિયા પર પણ ખુબ એક્ટિવ થઇ ગઇ છે. દરરોજ એક્ટ્રેસ નવુ નવુ અપડેટ શેર કરતી રહે છે, અને ફિલ્મ જોવા માટે લોકોને ઉત્સાહિત કરી રહી છે.
લવન્ડર જેકેટમાં પોતાના લેટેસ્ટ લૂકને આલિયા ભટ્ટે ઇન્સ્ટાગ્રમા પર શરે કર્યો છે. તે તસવીરોમાં સીીઓ પર પૉઝ આપતી દેખાઇ રહી છે. પ્રેગનન્સીમાં પણ આલિયા ભટ્ટનુ વર્ક ડેડિકેશન જોઇને દરેક લોકો દંગ રહી ગયા છે. આવી સ્થિતિમાં લોકો આરામ ફરવતા જોવા મળે છે, જ્યારે એક્ટ્રેસ કામમાં જોડાયેલી છે. જોકે, કામ કરતા આલિયા ભટ્ટ પોતાનો પુરેપુરો ખ્યાલ રાખી રહી છે, અને રણબીર પણ તેની સાથે રહે છે. ઇવેન્ટ દરમિયાન બેબી બમ્પને ક્રેડલ કરતી આલિયાની આ તસવીરો ફેન્સની વચ્ચે ખુબ વાયરલ થઇ રહી છે.
આલિયા ભટ્ટ આ પહેલા ગ્રીન અને બ્લૂ કલરના અનારકલી સૂટમાં બિલકુલ એથનિક લૂકમાં દેખાઇ હતી, અને હંમેશાની જેમ એકદમ સુંદર લાગી રહી હતી. તે ઉજ્જૈનના મહાકાલ મંદિર દર્શન કરવા જઇ રહી હતી, પરંતુ વિરોધ પ્રદર્શનના કારણે તે પાછી આવી ગઇ હતી. આલિયા ભટ્ટ અહીં પિન્ક લૂકમાં પણ લોકોને ખુબ પસંદ આવી હતી, આ ડ્રેસને પહેરીને તેને હૈદરાબાદમાં 'બ્રહ્માસ્ત્ર'નુ પ્રમૉશન કરતી જોવા મળી હતી. આની પાછળ 'બેબી ઓન બૉર્ડ' લખ્યુ હતુ, તેને પણ તે ફ્લૉન્ટ કરતી જોવા મળી હતી.
---