Aishwarya Hrithik Kissing Scene: ઐશ્વર્યા રાય બોલિવૂડની સૌથી સુંદર અભિનેત્રીઓમાંની એક છે. 1994માં મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યા બાદ ઐશ્વર્યાએ ફિલ્મોમાં પગ માંડ્યા હતાં. ઐશ્વર્યા રાયે તેની કારકિર્દીમાં એકથી વધુ શ્રેષ્ઠ ફિલ્મોમાં કામ કર્યું છે. ઐશ્વર્યાને સાચી ઓળખ સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'હમ દિલ દે ચૂકે સનમ'થી મળી હતી, જેમાં તે સલમાન ખાન અને અજય દેવગન સાથે જોવા મળી હતી. જો કે ઐશ્વર્યાને લઈને અનેક વિવાદો સર્જાઈ ચુક્યા છે, પરંતુ એકવાર એક ફિલ્મમાં તેના કિસિંગ સીનને લઈને ઘણો હોબાળો થયો હતો.
પૂર્વ મિસ વર્લ્ડ એશ્વર્યા રાયના આ કિસિંગ સીનથી બચ્ચન પરિવાર પણ ભારોભાર નારાજ થઈ ગયો હતો. જેને લઈને બચ્ચન પરિવારમાં પણ વિવાદ સર્જાયો હતો. જોકે અભિનેત્રી ઐશ્વર્યા રાયે શાનદાર જવાબ આપ્યો હતો.
રિતિક સાથે બોલ્ડ સીન આપ્યા
ઐશ્વર્યા રાયે ક્યારેય ફિલ્મોમાં બોલ્ડ સીન્સ આપ્યા નથી. તે ઘણીવાર બોલ્ડ સીન્સ માટે ના પાડી ચૂકી છે. પરંતું પહેલીવાર જ વાર જ્યારે ઐશ્વર્યાએ યશ રાજની ફિલ્મ 'ધૂમ 3'માં કિસિંગ સીન માટે હા પાડી હતી. આ ફિલ્મમાં તેણે રિતિક રોશનને કિસ કરવાની હતી. આખરે અભિનેત્રીએ આ સીન કર્યો અને જ્યારે ફિલ્મ રીલિઝ થઈ ત્યારે તેને લઈને ઘણો હોબાળો થયો હતો. લોકોને ઐશ્વર્યાનું રિતિક સાથે લિપ લોકિંગ પસંદ નહોતું આવ્યું અને ચાહકોએ તેની આકરી નિંદા કરવાનું શરૂ કર્યું હતું.
બચ્ચન પરિવારે નારાજગી વ્યક્ત કરેલી
માત્ર ચાહકોએ જ નહીં, બચ્ચન પરિવારના સંબંધીઓએ પણ નારાજગી વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે, જ્યારે ઐશ્વર્યાએ આ ફિલ્મ કરી હતી ત્યારે અભિષેક અને તેની સગાઈ થઈ ગઈ હતી. આ સીન બાદ હૃતિક અને અભિષેક વચ્ચેની વાતચીત પણ લાંબા સમય સુધી બંધ થઈ ગઈ હતી. ઐશ્વર્યાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ફિલ્મના આ સીનથી ભારતમાં એટલી હલચલ મચી ગઈ હતી કે, ફિલ્મ રિલીઝ થયા બાદ તેને કાયદાકીય કેસની ધમકીઓ મળવા લાગી હતી. લોકોએ એશને કહ્યું હતું કે, તે તેમની દીકરીઓ માટે એક ઉદાહરણ છે. જો તે આવા સીનમાં કમ્ફર્ટેબલ ન હતી તો તેણે આવું કેમ કર્યું?
જવાબમાં ઐશ્વર્યાએ કહ્યું હતું કે, "હું માત્ર એક એક્ટર છું, મારું કામ કરી રહી છું, અને અહીં મને બે, ત્રણ કલાકની ફિલ્મના ગણતરીની સેકન્ડના એક સીન માટે સ્પષ્ટિકરણ કરવાનું કહેવામાં આવે છે. આ સાથે અભિનેત્રીએ એમ પણ કહ્યું હતું કે, ફિલ્મ 'ધૂમ 2' સાઈન કરતા પહેલા તે આ કિસિંગ સીનને લઈને ખૂબ જ કન્ફ્યુઝ હતી. આ અંગે તેના મનમાં અનેક શંકાઓ હતી જ.