મુંબઈ: બોલીવુડ અભિનેતા અક્ષય કુમાર આ વર્ષે બેક-ટૂ-બેક ઘણી ફિલ્મોમાં જોવા મળશે. આ દરમિયાન તેમની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ 'બચ્ચન પાન્ડે'ની રિલીઝ ડેટ અંગે એક મોટો બદલાવ કરવામાં આવ્યો છે. ફિલ્મ બચ્ચન પાન્ડે હવે 26 જાન્યુઆરી 2022ના રોજ રિલીઝ કરવામાં આવશે. એની જાણકારી અક્ષય કુમારે પોતાના ટ્વિટર પર ફિલ્મનું પોસ્ટર શેર કરીને આપી છે.

અક્ષય કુમારે ટ્વિટર પર પોસ્ટર શેર કરતાં લખ્યું કે, 'બચ્ચન પાન્ડે 26 જાન્યુઆરી, 2022ના રોજ રિલીઝ થશે'. 'બચ્ચન પાન્ડે'ના આ પોસ્ટરમાં અભિનેતાનો લૂક એકદમ ખતરનાક લાગી રહ્યો છે. તસવીરમાં અક્ષય કુમારની એક આંખ વાંદળી છે અને તેમણે ગળામાં સાંકળી પહેરેલા નજર આવી રહ્યા છે.



ફિલ્મમાં અક્ષય કુમાર એક ગેન્ગસ્ટરની ભૂમિકા ભજવી રહ્યા છે. જે એક એક્ટર બનવા માંગે છે અને આ ફિલ્મમાં ક્રિતી સેનન એક પત્રકારની ભૂમિકામાં નજર આવશે. સાથે જ ફિલ્મમાં અક્ષય કુમાર અને અરશદ વારસી એક્શન કૉમેડી કરતા જોવા મળશે.