બોલિવૂડ: સુસ્મિતા સેન જ્યારે 24 વર્ષની હતી ત્યારે તેમણે રીનીને દત્તક લીધી હતી. આ નિર્ણય બધા માટે આશ્ચર્યજનક હતો.  સુષ્મિતા સેને કહ્યું હતું કે, તે આ નિર્ણયથી  ખુદ પણ  ખૂબ જ નર્વસ હતી. પરંતુ આખરે  આ નિર્ણય  શ્રેષ્ઠ નિર્ણયોમાંનો એક સાબિત થયો.  સુષ્મિતાએ કબૂલ્યું કે, તે માતા બનવાનો આનંદ અનુભવવા ઇચ્છતી હતી, આ કારણે જ  દીકરીઓને દતક લીધી.

સુષ્મિતા સેને જણાવ્યું કે, “રીનીથી મેં ક્યારેય  છુપાવ્યું નથી કે,તેને દત્તક લેવામાં આવી છે.  યોગ્ય ઉંમર થતાં મે આ હકીકત જણાવી દીધી હતી.. મેં હંમેશા  રીનીએ તેમના બાયોલોજિક પેરેન્ટસ વિશે જાણવાની છૂટ આપી છે પરંતુ તે ખુદ જ તેમના બાયોલોજિકલ પેરેન્ટસ વિશે કંઇ જાણવા નથી માંગતી.

મારા માટે સુષ્મિતા જ બધું છે

આ અંગે, તાજેતરમાં જ એક ઇન્ટરવ્યુ દરમિયાન રીની સેનને પૂછવામાં આવ્યું હતું, કે તે તેમના બાયોલોજિકલ પેરેન્ટસ વિશે કંઇ જાણવા નથી માંગતી?. તેના જવાબમાં રીની સેને જણાવ્યું હતું કે, “ હું બાયોલોજિકલ પેરેન્ટસ વિશે કંઇ જાણવા માંગતી નથી, કારણ કે સુષ્મિતા સેન મારા માટે બધું છે, મારા માટે અડોપ્ટ કે બાયોલોજિકલ આ બધા જ માત્ર શબ્દો છે. મારા માતા પિતાએ આવું પગલું ભર્યું, તેમની ચોક્કસ કોઇ મજબુરી રહી હશે. હું સુષ્મિતા સેન સાથે ખૂબ ખુશ છું અને તે મને અને હું એમને ખૂબ જ પ્રમ કરૂં છું”