મુંબઇઃ રિયાલિટી શૉ ઇન્ડિયાઝ ગૉટ ટેલેન્ટમાં (India's Got Talent) 15 જાન્યુઆરીએ દર્શકોને એન્ટરટેન્ટ કરવા માટે એક ખાસ એપિસૉડ આવ્યો, આ એપિસૉડના ચેનલે અગાઉ ઘણીવાર પ્રૉમો શેર કર્યા હતા. આ એપિસૉડના એક સીને બધાનુ ધ્યાન ખેંચ્યુ છે. ખરેખરમાં સિંગર બાદશાહ અને એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી એક કન્ટેસ્ટન્ટના ગીત પર રડી પડ્યા હતા. આ વીડિયોને હાલમાં સોશ્યલ મીડિયા પર ખુબ શેર કરવામાં આવી રહ્યો છે, આ ગીત સ્ટાર સિંગર લત્તા મંગેશકરનુ હતુ, જેને સાંભળીને જજની આંખોમાં આસુ આવી ગયા હતા. જુઓ વીડિયો............
વાયરલ થયેલા આ વીડિયોમાં તમે જોઇ શકો છો કે, ઇશિતા વિશ્વકર્મા નામની કન્ટેસ્ટન્ટને સ્ટેજ પર બોલાવવામાં આવે છે. તે લત્તા મંગેશકરનુ- તું જહાં જહાં ચલેગા, મેરા સાયા..... ગીત ગાય છે, અને આ ગીત બાદશાહ અને શિલ્પાને વિચારતા કરી દે છે. બાદશાહ રડવા લાગે છે, અને શિલ્પા પણ પોતાના આસુ રોકી નથી શકતી. પર્ફોમન્સ બાદ શિલ્પા ઇશિતાને કહે છે - આજે તુ કમાલ છો, તે સ્ટેજ પર જાય છે અને તેને ગળે વળગી પડે છે.
મેરા સાયા- લત્તા મંગેશકર દ્વારા ગાવામાં આવેલુ બેસ્ટ ગીત છે, ગીતના સંગીત નિર્દેશક મદન મોહન હતા, ગીતના શબ્દો રાજા મહેંદી અલી ખાને લખ્યા છે. ફિલ્મમાં અભિનેતા સુનીલ દત્ત, સાધના, પ્રેમ ચોપડા, મુકરી, શિવરાજ અને અનવર હુસેન સામેલ હતા. મેરા સાયા ગીત આજે પણ જબરદસ્ત રીતે યુવાઓમાં હીટ છે.
આ પણ વાંચો.........
પબજીમાં દવાના વેપારીના દીકરાએ 17 લાખ રૂપિયા ગુમાવ્યા, પિતરાઇ ભાઇ સહિત ચાર લોકોની ધરપકડ
આ પાંચ ફિચર્સથી બદલાઇ જશે Whatsapp યૂઝર્સને એક્સપીરિયન્સ, જાણો વિગતે