મુંબઇઃ બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ ત્રણ મહિનાનો સમય વિતી ચૂક્યો છે, પરંતુ દેશભરમાં તેને શ્રદ્ધાંજલિ આપવાનો સિલસિલો હજુ પણ ચાલુ છે. આ બધાની વચ્ચે પશ્ચિમ બંગાળના આસાનસોલમાં રહેનારા મૂર્તિકાર- આર્ટિસ્ટ સુકાંતો રૉયે સુશાંતનુ એક મીણનુ સ્ટેચ્યૂ બનાવ્યુ છે. આ સ્ટેચ્યૂની તસવીરો હાલ સોશ્યલ મીડિયા પર જબરદસ્ત વાયરલ થઇ રહી છે.

તેમને કહ્યુ કે, તે સુશાંતને બહુજ પસંદ કરે છે, અને આ બહુજ દુઃખી કરવાનારુ છે કે તે હવે આ દુનિયામાં નથી. તેને કહ્યું કે, તેને આ સ્ટેચ્યૂ પોતાના મ્યૂઝિયમ માટે બનાવ્યુ છે. તેના મ્યૂઝિયમમાં કેટલાય જાણીતા લોકોના સ્ટેચ્યૂ લગાવેલા છે. રૉયે કહ્યું કે, જો સુશાંતનો પરિવાર ઇચ્છશે તો આવુ કોઇ સ્ટેચ્યૂ તેમની પાસે હોય, તો તે બનાવીને આપી શકે છે.

સુશાંતનુ આ સ્ટેચ્યૂ લૉન્ચ કરવાનો વીડિયો પણ સામે આવ્યો છે. જે તેના ફેન્સને ખુબ ગમી રહ્યો છે. સુશાંતનુ આ સ્ટેચ્યૂ જોઇને તેના ફેન્સ ચોંકી ગયા છે, અને તેમનુ કહેવુ છે કે તે બિલકુલ સુશાંતની જેવુ દેખાઇ રહ્યુ છે. એક સમયે તો મને લાગ્યુ કે આ સુશાંતની તસવીર છે, વળી એક યૂઝરે લખ્યું- આ બિલકુલ રિયલ અને જીવતો લાગી રહ્યો છે.



નોંધનીય છે કે, સુશાંતની મોત બાદ નેશનલ તપાસ એજન્સીઓ તેના મોતનુ રહસ્ય ઉકેલવા માટે તપાસ ચલાવી રહી છે. સીબીઆઇ, એનસીબી અને ઇડી આ મામલે પુછપરછ કરી રહી છે.

કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ

કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ