વરુણ ધવન અને ગુરુ રંધાવાએ કોરોના સામેની લડાઈમાં કરી મદદ, આટલા રૂપિયા કર્યા દાન ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 29 Mar 2020 03:27 PM (IST)
બોલીવૂડ અભિનેતા અક્ષય કુમારે 25 કરોડ રૂપિયાનું દાન કર્યું છે હવે વરુણ ધવન અને સિંગર ગુરુ રંધાવા પણ મદદ માટે આગળ આવ્યા છે.
મુંબઈ: કોરોના વાયરસની મહામારી સામે લડવા માટે PM-CARES ફંડમાં લોકો મદદ કરી રહ્યા છે. બોલીવૂડ અભિનેતા અક્ષય કુમારે 25 કરોડ રૂપિયાનું દાન કર્યું છે હવે વરુણ ધવન અને સિંગર ગુરુ રંધાવા પણ મદદ માટે આગળ આવ્યા છે. વરૂણ ઘવને PM CARE ફંડમાં 30 લાખ રૂપિયાનું યોગદાન આપ્યું છે. વરૂણે કહ્યું, આપણે બધા સાથે બહાર આવશું. દેશ હૈ તો હમ હૈ. પ્રઘાનમંત્રી મોદીએ પણ વરૂણના ટ્વિટને રિટ્વિટ કરતા લખ્યું, સાચું કહ્યું અને વેલડન વરુણ ધવન. વરુણ ધવને મહારાષ્ટ્ર મુખ્યમંત્રી ફંડમાં પણ 25 લાખ રૂપિયા આપ્યા છે. પંજાબી સિંગર ગુરૂ રંધાવાએ પણ PM-CARES ફંડમાં દાન કર્યું થે. રંધાવાએ કહ્યું, હું મારી બચતમાંથી 20 લાખ રૂપિયા મોદીજી સરના PM-CARES ફંડમાં આપવાની શપથ લઉં છું. ચાલો સાથેમળીને એકબીજાને મદદ કરીએ. તેણે આગળ લખ્યું કે, મેં મારા શોઝ અને સોન્ગ્સથી પૈસા કમાયા છે જેની તમે ટિકિટ ખરીદી હોય અથવા ઓનલાઇન પ્લેટફોર્મ પર ખરીદ્યા હોય. તો આ રહ્યું મારું યોગદાન. જય હિન્દ.