FWICEના પ્રેસિડેન્ બીએન તિવારીએ કહ્યુ કે સલમાન ખાન પોતાની એનજીઓ બીઇંગ હ્યુમન મારફતે તેમની સંસ્થા પાસે પહોંચ્યા હતા અને મજૂરોની મદદ માટે હાથ લંબાવ્યો હતો. તેમણે કહ્યું કે, સલમાન ખાનનું બીઇંગ હ્યુમન ફાઉન્ડેશન દરરોજનું કમાઇને ખાનારા ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના મજૂરોની મદદ કરશે. તેમણે ત્રણ દિવસ અગાઉ કોલ કર્યો હતો. અમારી પાસે પાંચ લાખ મજૂરો છે જેમાંથી 25 હજારને આર્થિક મદદની જરૂર છે.
બીઇંગ હ્યુમન ફાઉન્ડેશને કહ્યું કે, તે તમામ મજૂરોનું ધ્યાન રાખશે. તેમણે 25 હજાર મજૂરોની બેન્ક ડિટેઇલ્સ માંગી છે કારણ કે તે ઇચ્છે છે કે મદદના પૈસા સીધા મજૂરોની પાસે પહોંચે. અમે આ તમામ માટે રાશન એકઠુ કર્યું છે પરંતુ તેઓ અહી લેવા આવી શકતા નથી. અમે તેમને પહોંચાડવાનો રસ્તો શોધી રહ્યા છીએ.