મુંબઇઃ રેડિયો જૉકી અને બિગ બૉસ સિઝન 8ના ફાઇનાલિસ્ટ રહી ચૂકેલા પ્રિતમ સિંહને ગુંડાઓ દ્વારા માર મારવાની ઘટના સામે આવી છે. પ્રિતમ એક કપલને ગુંડાઓથી બચાવી રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી, આ દરમિયાન ગુંડાઓએ પ્રિતમ સિંહ પર હુમલો કરી દીધો અને હાથ-પગ અને પીઠના ભાગમાં ઇજા પહોંચાડી હતી. આની કેટલીક તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.



પ્રિતમ સિંહે ખુદ સોશ્યલ મીડિયા પર તસવીરો શેર કરી હતી, અને લખ્યુ કે- આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે એક છોકરી અને એક છોકરાને કેટલાક ગુંડાઓ હેરાન પરેશાન કરી રહ્યાં હતા, માર-મારી રહ્યાં હતા. આ ઘટના મુંબઇના બાંગુર નગરના સિગ્લન પર થઇ હતી. ત્યારે તે ત્યાંથી પસાર થઇ રહ્યો હતો ત્યારે તેને ગુંડાઓને મારતા જોયા.


પ્રિતમ સિંહે આગળ લખ્યું, મે જેવુ જોયુ તો મારી કાર ઉભી રાખી અને તેમની મદદ કરવા પહોંચ્યો હતો. ત્યારે તેમને મારા પર હુમલો કરી દીધો હતો, મારા ગાડીમાં પણ તોડફોડ કરી, છોકરા-છોકરીને વધારે વાગ્યુ છે અને હૉસ્પીટલમાં ભરતી છે.


પ્રિતમ સિંહ આ કપલના ઝગડામાં રસ્તાં પર વચ્ચે પડ્યા તેથી ગુંડાઓએ તેમને પણ માર માર્યો હતો. હાલ આ તમામ આરોપીઓને પોલીસે પકડી પાડ્યા છે.