મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ કરિના કપૂર ખાને હાલમાં પોતાનુ ઇન્સ્ટાગ્રામ ડેબ્યુ કર્યુ છે. ડેબ્યૂ કરતાની સાથે જ હજારો ફેન ફોલોઅર્સ પણ મળી ગયા હતા. કરિના કપૂરે તાજેતરમાં જ પોતાના સોશ્યલ મીડિયા યૂઝ અંગેના કેટલાક સવાલોના જવાબો પણ આપ્યા હતા. જેમાં તેને ઇન્સ્ટાગ્રામ પર આવવા પાછળનુ પણ એક મોટુ કારણ જણાવ્યુ હતુ.

ઇન્સ્ટાગ્રામ જોઇન કરવા પાછળનુ કારણ જણાવતા કરિના કપૂરે કહ્યું કે, મારા ફેન્સ મને ઇન્સ્ટાગ્રામ સુધી ખેંચી લાવ્યા છે, કેમકે લોકો મને હંમેશા આના વિશે પુછતા હતા, મારા નામથી કેટલાક ફેન ક્લબ છે.

કરિનાએ વધુમાં કહ્યું કે હવે સમય આવી ગયો ગયો હતો કે હું સોશ્યલ મીડિયા પર ડેબ્યૂ કરુ. આ જગ્યાએ લોકોને મારી લાઇફ, મારી ફિલ્મો અને મારા બેન્ડેસ વિશે ખબર પડશે. હા, વચ્ચે તૈમૂરની તસવીરો પણ પૉસ્ટ કરતી રહીશ.


આ પહેલા કરીના કપૂરે ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી હતી. જેમાં તે દિકરા તૈમુર સાથે જોવા મળી રહી હતી. તૈમૂરે આખરે મમ્મીના નવા ઇન્સ્ટાગ્રામ પેજ પર બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર સાથે ડેબ્યૂ કર્યું હતુ.