મુંબઈ: બોલિવૂડ અભિનેતા રણદીપ હુડા ફિલ્મ રાધેના સેટ પર ઈજાગ્રસ્ત થયો હતો. અભિનેતા રણદીપ હૂડાએ તેના ચાહકોને જાણ કરી છે કે તે ઘૂંટણની ઈજામાંથી સાજા થઈ ગયા છે. રણદીપે હાલમાં જ ઈન્સ્ટાગ્રામમાં પોસ્ટ શેર કરી પોતાની ઈજામાંથી સાજા થવા અંગે જાણકારી ફેન્સ સાથે શેર કરી હતી. રણદીપ હુડા ગયા વર્ષે ડિસેમ્બરમાં 'રાધે'ના સેટ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો.

રણદીપ હુડાએ ઈન્સ્ટાગ્રામ પર સેલ્ફી ક્લિક કરીને કહ્યું હતું, સારી દોડ બાદ એક સેલ્ફી. ઘુંટણમાં ઈજા થઈ હતી જે ઠીક કરવાનો પ્રયાસ કરી રહ્યો છું.


પ્રભુદેવાના ડિરેક્શનમાં બનતી ફિલ્મ 'રાધે' માં સલમાન ખાન તથા દિશા પટની છે. આ ફિલ્મ 22 મેના રોજ રિલીઝ થઈ રહી છે. ફિલ્મમાં રણદીપ વિલનના રોલમાં છે.


બોલિવૂડ અભિનેતા રણદીપ હુડા ગર્લફ્રેન્ડ લિન લિશરામ સાથે લગ્ન કરશે તેવું મીડિયા રિપોર્ટ્સમાં જાણવા મળ્યું હતું. રણદીપ હુડા લિન લિશરામ 2016થી બન્ને એકબીજાને ડેટિંગ કરી રહ્યાં છે. મહત્વની વાત છે કે, બંન્નેએ કોઈ દિવસ સંબંધને છુપાવવાનો પ્રયાસ કર્યો નથી. લિન લિશરામ એક જાણીતી અભિનેત્રી અને મોડલ છે.

રણદીપ હુડા હોલીવૂડમાં નેટ ફ્લિક્સની ફિલ્મ એક્સટ્રેક્શન દ્વારા ડેબ્યુ કરવા તૈયાર છે. હાલમાં એ સલમાન ખાન સાથે ફિલ્મ રાધેના શૂટિંગમાં વ્યસ્ત છે.