મુંબઇઃ બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના સંદિગ્ધ મોત સાથે જોડાયેલી તપાસને આગળ વધારવા માટે મુંબઇ મોકલવામાં આવેલા બિહાર પોલીસના તેજતર્રાર IPS અધિકારી વિનય તિવારીએ મુંબઇ પહોંચતા જ કહ્યું કે તેમની ટીમ એક અઠવાડિયાથી મુંબઇમાં છે, અને તપાસને યોગ્ય દિશામાં આગળ લઇ જઇ રહી છે.

મુંબઇ એરપોર્ટ પર પત્રકારો સાથે વાતચીત દરમિયાન IPS અધિકારી વિનય તિવારીને જ્યારે પુછવામાં આવ્યું કે, શું તમારુ મુંબઇ આવવુ મુંબઇને બિહાર પોલીસ વચ્ચેના ખરાબ કોર્ડિનેશનનુ પરિણામ છે. તો તેમને કહ્યું કે, બિલકુલ નહીં કોઇપણ તપાસની એક નિશ્ચિત પ્રક્રિયા હોય છે, અને તે સંદર્ભમાં તેમને અહીં મોકલવામાં આવ્યા છે.

ખરાબ કૉર્ડિનેશનની કોઇ વાત નથી, પણ તેમનુ આગળનુ સ્ટેપ સુપરવિઝનનુ હોય છે.આના માટે સીનિયર ઓફિસરને આવવાનુ હોય છે. અને તે પ્રમાણે મને અહીં મોકલવામાં આવ્યો છે. હું મારી ટીમ સાથે મીટિંગ કરીશ અને તપાસની આ કાર્યવાહી આગળ વધારીશ.



ઉલ્લેખનીય છે કે બિહાર પોલીસ મહાનિર્દેશક ગુપ્તેશ્વર પાંડ્યેએ રવિવારે સૌથી પહેલા આઇએનએસને જણાવ્યુ કે પટના નગરના પોલીસ અધિક્ષક વિનય તિવારને મુંબઇ જવા માટે રવાના થઇ ચૂક્યા છે.

બિહાર પોલીસને હજુ સુધી સુશાંતના મેડિકલ અને લીગલ ડૉક્યુમેન્ટ નથી મળ્યા, તિવારી કહ્યું કે કેસના જેટલા પણ ડૉક્યમેન્ટ છે તે તમામ અમે શોધવા માટે પ્રયાસ કરીશું. કેસ સંબંધિત તમામ ડૉક્યુમેન્ટ અમને મળી જશે. વિનય તિવારીએ કહ્યું કે, અમને જેની જરૂર પડશે તે વ્યક્તિ સાથે પુછપરછ કરીશું.