મુંબઈઃ મહાનાયક અમિતાભ બચ્ચનનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. આ ગૂડ ન્યૂઝ અભિષેક બચ્ચને ટ્વિટ કરીને આપ્યા હતા. 11 જુલાઈથી મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ અમિતાભ બચ્ચનનો કોરોના રિપોર્ટ નેગેટિવ છે આવ્યા બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

અભિષેક બચ્ચને ટ્વિટ કરીને લખ્યું, “મારા પિતાનો તાજેતરમાં થયેલો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે અને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ ગયા છે. હવે તેઓ ઘરે આરામ કરશે. તમારા બધાની પ્રાર્થના માટે આભાર.’’



અમિતાભ બચ્ચને ટ્વિટ કરીને લખ્યું, મારો કોવિડ ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. હું ડિસ્ચાર્જ થઈ ચુક્યો છું. મારા ઘરમાં જ ક્વોરન્ટાઈન રહીશ. ભગવાનનો આભાર માનું છું. મારા નજીકના મિત્રો અને ફેન્સની પ્રાર્થના.... સાથે નાણાવટી હોસ્પિટલન સ્ટાફની સારી દેખભાળથી આ દિવસ જોવા મળ્યો.



ગૃહ મંત્રી અમિત શાહને થયો કોરોના, જાણો કઈ રીતે લાગ્યો હોઈ શકે ચેપ ?

અમિત શાહને કોરોના થતાં નરેન્દ્ર મોદી અને ક્યા કેન્દ્રીય પ્રધાનોને કોરોનાનો ચેપ લાગવાનો ખતરો ?