કાળિયાર શિકાર મામલે આરોપી સલમાન ખાને અને રાજ્ય સરકાર તરફથી દાખલ કરવામાં આવેલી અપીલ પર સુનાવણી થઇ હતી. પણ સલાન તરફથી રજૂ સ્થાઇ હાજીરી માફી પર સુનાવણી થવાની હતી પણ રાજકીય અધિવક્તા લાદારામ બિશ્વોઇએ પ્રાર્થના પત્રનો જવાબ આપવા માટે સમય માંગ્યો હતો જેના પર આ મામલે સુનાવણી આગળ વધી શકી ન હતી.
કાળિયાર મામલે અભિનેતા સલમાન ખાનને 7મી માર્ચે હાજર થવા આદેશ કરવામાં આવ્યો છે. તત્કાલિન સીજેએમ ગ્રામીણ દેવ કુમાર ખત્રીની કોર્ટે બહુચર્ચિત કાળિયાર શિકાર કેસ મામલે 5 એપ્રિલ 2018એ સલમાન ખાનને 5 વર્ષની સજાનો આદેશ કર્યો હતો.
વર્ષ 1998માં જોધપુર નજીક કાંકણી ગામની સરહદમાં કાળિયાર શિકાર મામલે જોધપુર સીજેએમ કોર્ટે 5 એપ્રિલ, 2018એ સલમાન ખાનને દોષી ઠેરવીને પાંચ વર્ષની સજા સંભળાવી હતી. આ મામલે સહ આરોપી ફિલ્મ અભિનેતા સૈફ અલી ખાન, નિલમ, તબ્બુ, સોનાલી બેન્દ્રે તથા સ્થાનિક દુષ્યંત સિંહને શંકાનો લાભ આપતા છોડી મુકાયા હતા. આ સજાના વિરુદ્ધમાં સલમાન ખાને જિલ્લા તથા સત્ર ન્યાયાલયમાં અપીલ કરી છે.