બોલિવૂડ એક્ટર રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નની ચર્ચા ફરી એકવાર સોશિયલ મીડિયા પર શરૂ થઈ ગઈ છે. આ બન્નેના ફેન્સ તેમને લગ્નના બંધનમાં બંધાતા જલદી જોવા માગે છે. તાજેતરમાં એક રિપોર્ટ સામે આવ્યો હતો કે આલિયા અને રણબીર એપ્રિલમાં લગ્ન કરી શકે છે. આ ઉપરાંત એમ પણ કહેવામાં આવતું હતું કે, બ્રહ્માસ્ત્રના શૂટિંગમાંથી બ્રેક લઈને બન્ને લગ્નની તૈયારીમાં લાગશે. હવે લગ્નની આ ચર્ચાઓ વચ્ચે રણબીરે પોતે પ્રતિક્રિયા આપી છે.
રણબીર કપૂરે તાજેતરમાં જ મીડિયા સાથેની વાતચીતમાં તેમણે આલિયા સાથેના લગ્નને લઈને વાત કરી હતી. એક્ટરે લગ્નની તારીખ પૂછવા અંગે કહ્યું, હું અત્યારે લગ્નની તારીખ અંગે ખુલાસો નહીં કરુ. પરંતુ હું અને આલિયા ટૂંક સમયમાં જ લગ્ન કરીશુ. આશા છે કે જલદીથી જ. રણબીર કપૂરના આ જલદીવાળા સ્ટેટમેંટ અંગે સોશિયલ મીડિયા પર અલગ અલગ પ્રતિક્રિયા આવી રહી છે. કેટલાક લોકોનું કહેવું છે કે બોલિવૂડનું આ કપલ એપ્રિલમાં લગ્ન કરવા જઈ રહ્યું છે તો કેટલાક કહી રહ્યા છે બન્ને પિલ્મ બ્રહ્માસ્ત્રની આસપાસ લગ્ન કરવા જઈ રહ્યા છે.
તમને જણાવી દઈએ કે, જ્યારે આલિયા અને રણબીરના લગ્ન એપ્રિલમાં થવાના છે તેવા અહેવાલો સામે આવ્યા હતા ત્યારે એક્ટરના ફય એટલે કે તેમના પિતા ઋષિ કપૂરના બહેન રીમા જૈને કહ્યું હતું કે, રણબીર અને આલિયા લગ્ન તો કરશે પણ ક્યારે કરશે તે ખબર નથી. રીમા જૈને સાથે એમ પણ કહ્યું હતું કે, જો તેએ એપ્રિલમાં લગ્ન કરવાના હોય તો અમને જાણ હોય, અમે તૈયારી કરી રહ્યા હોઈએ, જો સાચે જ તેઓ એપ્રિલમાં લગ્ન કરવાના હોય તો આ ન્યૂઝ અમારા માટે પણ શોકિંગ છે.
રશ્મિકા મંદાના સાથે ફિલ્મ કરશે રણબીર
પિંકવિલાના રિપોર્ટ અનુસાર, રશ્મિકા મંદાનાને એનિમલમાં લીડ એક્ટ્રેસ તરીકે સાઈન કરવામાં આવી છે. પિંકવિલા દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, નિર્માતા ભૂષણ કુમાર અને સંદીપ રેડ્ડી વેગનનું માનવું છે કે ફિલ્મના કોન્સેપ્ટ અનુસાર, રશ્મિકા મંદાના રોલ માટે પરફેક્ટ છે. નિર્માતાઓ આ ફિલ્મમાં રણબીર સાથે કોઈ નવી હિરોઈનને કાસ્ટ કરવા માંગતા હતા, તેથી જ રશ્મિકાને સાઈન કરવામાં આવી છે. અહેવાલો અનુસાર, એનિમલના નિર્માતાઓનું માનવું છે કે રણબીર કપૂર અને રશ્મિકા મંદાનાની કેમેસ્ટ્રી ઘણી સારી રહેશે.