આલિયા ભટ્ટ અને રણવીર સિંહે સુશાંત સિંહ રાજપૂતની તસવીર શેર કરી અને તેના કેપ્શનમાં દિલ વાળી ઇમોજી મોકલીને પોતાનો પ્રેમ દર્શાવ્યો. કેટરીના કૈફે ઇન્સ્ટાગ્રામ પર સુશાંત સિંહની એક તસવીર શેર કરતા રેસ્ટ ઇન પીસ લખ્યુ. વળી કાર્તિક આર્યને સુશાંતની એક તસવીર શેર કરી. આ તસવીરમાં તે ખુદ પણ છે. બન્ને સ્ટાર્સના ચહેરા પર મુસ્કાન છે. કાર્તિક આર્યને આ તસવીર શેર કરતા લખ્યુ- ભાઇ નહીં યાર...
સુશાંત સિંહ રાજપૂતના નિધન પર સલમાન ખાને દુઃખ વ્યક્ત કર્યુ, સલમાને ટ્વીટ કર્યુ - "તુમ યાદ કિએ જાઓગે. #RIP સુશાંત."
ઇન્ડિયા ટીવી ન્યૂઝની અંગ્રેજી વેબસાઇટ પર છપાયેલા એક આર્ટીકલ પ્રમાણે, અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે છેલ્લો કૉલ પોતાના ખાસ મિત્ર અને એક્ટર મહેશ શેટ્ટીને કર્યો હતો. મહેશ શેટ્ટી અને સુશાંત બન્ને ટીવી શૉ કીસ દેશ મે હોગા મેરા દિલ અને પવિત્ર રિશ્તામાં સાથે કામ કરી ચૂક્યા છે.
સુશાંત એક ખુબ જિંદાદિલ વ્યક્તિ હતો, તેનો જન્મ બિહારમાં થયો હતો, બિહારનુ એક નાનુ ગામ મલ્ડીહા જે પુર્ણિયા જિલ્લામાં આવે છે.
મહત્વનુ છે કે, 34 વર્ષીય સુશાંતે ‘કિસ દેશ મેં હૈ મેરા દિલ’ સિરિયલથી કરિયરની શરૂઆત કરી હતી. જોકે, સુશાંતને ખરી ઓળખત એકતા કપૂરની ટીવી સિરિયલ ‘પવિત્રા રિશ્તા’થી ઓળખ મળી હતી. બાદમાં ધોનીની બાયોપિકમાં કામ કરીને ચર્ચામાં આવી ગયો હતો.