મુંબઇઃ એક્ટર સુશાંત સિંહ રાજપૂત હવે દુનિયામાં નથી રહ્યો, મુંબઇમાં પોતાના ઘરે ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી, ભલે ફિલ્મોમાં સુશાંત સિંહ રાજપૂતે ઠીક ઠાક પ્રદર્શન કરી રહ્યો હતો, પણ તેને સાથે સાથે પોતાનો પ્લાન બી પણ તૈયાર રાખ્યો હતો. ઇન્કમનો બીજો સોર્સ પણ હોવો જોઇએ બસ આ વાતને ધ્યાનમાં રાખીને એક્ટર વર્ષ 2018માં Entrepreneur પણ બની ગયો હતો.
મે 2018માં તેને સીરિયલ એન્ટરપ્રીન્યૉર વરુણ માથુરની સાથે Innsaei Ventures પ્રાઇવેટ લિમીટેડ કંપની ખોલી હતી. Innsaei શબ્દનો અર્થ આઇસલેન્ડમાંથી લીધો છે, જેનો અર્થ થાય છે intuition. આ બિઝનેસ મૉડલ એક ખાસ હતુ, જે બૌદ્ધિક સંપતિ અને ટેકનોલૉજીના કન્વર્ઝેન્સ પર આધારિત હતુ. આ વેન્ચરની મદદથી તે સામાજિક અને આર્થિક ફેરફારો પર કામ કરી રહ્યાં હતા.
પોતાના વેન્ચરને લઇને સુશાંત સિંહે કહ્યું હતું કે બદલાતી ટેકનોલૉજીથી સોશ્યલ કલ્ચરલ અને ઇકોનૉમિક સ્ટ્રક્ચર પર ખુબ ખરાબ અસર પડી રહી છે. આનુ એજ્યૂકેશન, એમ્પ્લૉયમેન્ટ, એન્ટરેટન્ટમેન્ટ અને હેલ્થ પર ખુબ ખરાબ અસર થશે.
અભિનેતાની કંપની Innsaei મુખ્ચ રીતે ચાર વર્ટિકલ -કન્ટેન્ટ એન્ડ કૉમ્યુનિકેશન, હેલ્થ એન્ડ હૉલિસ્ટિક વેલનેસ, એજ્યૂકેશન એન્ડ લર્નિંગ અને બિઝનેસ ઇન્ક્યૂબેશનમાં કામ કરે છે. આ કંપનીમાં સુશાંત સિંહ એડિશનલ ડાયરેક્ટર હતા.
મહત્વનુ છે કે, અભિનેતાના પાર્થિવ દેહની આજે અંતિમ સંસ્કાર વિધિ મુંબઇમાં જ કરાશે. ગઇકાલે મુંબઇની કપૂર હોસ્પિટલમાં સુશાંતનો પાર્થિવ દેહ 4 વાગ્યે લાવવામા આવ્યો હતો. મોડી રાતે પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો હતો. તેમાં પ્રાથમિક તબક્કે આત્મહત્યાની વાત સામે આવી છે. ડોક્ટર્સે તેના વાઇટલ ઓર્ગન્સને વધુ તપાસ માટે જેજે હોસ્પિટલ મોકલ્યા છે. અહીં શરીરમાં કોઇ ડ્રગ્સ કે અન્ય ઝેરી પદાર્થની ઉપસ્થિતિ અંગે તપાસ કરવામા આવશે. અમુક રિપોર્ટ્સ અનુસાર સુશાંતના નવેમ્બરમાં લગ્ન કરવાનું પણ આયોજન હતું.
એક્ટરની સાથે બિઝનેસમેન પણ હતો સુશાંત સિંહ, 2018માં જ ઉભી કરી દીધી હતી પોતાની આ કંપની, જાણો વિગતે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
15 Jun 2020 12:08 PM (IST)
મે 2018માં તેને સીરિયલ એન્ટરપ્રીન્યૉર વરુણ માથુરની સાથે Innsaei Ventures પ્રાઇવેટ લિમીટેડ કંપની ખોલી હતી. Innsaei શબ્દનો અર્થ આઇસલેન્ડમાંથી લીધો છે, જેનો અર્થ થાય છે intuition
- - - - - - - - - Advertisement - - - - - - - - -