મુંબઇઃ એપ્રિલનુ છેલ્લુ અઠવાડિયુ ભારતીય સિનેમા જગત માટે ખુબજ મુશ્કેલ સાબિત થયુ છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ બે દિવસમાં સળંગ બે દિગ્ગજોને ખોયા છે. એક ઇરફાન ખાન અને બીજા ઋષિ કપૂર છે.

ઋષિ કપૂરએ આજે સવારે 8.45 કલાકે આ દુનિયાને અલવિદા કહી દીધુ, 67 વર્ષના ઋષિ કપૂર છેલ્લા કેટલાય સમયથી કેન્સર સામે જંગ લડી રહ્યાં હતા, જે આજે હારી ગયા. ઋષિ કપૂરના નિધન પર આખુ બૉલીવુડ શોકમાં ગરકાવ થઇ ગયુ છે, અને ટ્વીટર પર શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે.



ઋષિ કપૂર ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કેન્સરનો ઇલાજ કરાવીને મુંબઇ પરત ફર્યા હતા, એક્ટરે અમેરિકાની હૉસ્પીટલમાં 11 મહિના અને 11 દિવસ પસાર કર્યા હતા.