તસવીરમાં દિશા પટ્ટણી એકદમ બૉલ્ડ લૂક્સમાં દેખાઇ રહી છે. તે સમુદ્ર કિનારે પોતાનુ વેકેશન એન્જૉય કરી રહી છે. દિશાનો આ અંદાજ લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે. ફેન્સ દિશાની આ તસવીર પર અલગ અલગ કૉમેન્ટ્સ આપી રહ્યાં છે.
એક યૂઝરે મજાકિયા અંદાજમાં તસવીર કૉમેન્ટ કરી, લખ્યું- શું આ તસવીર ટાઇગર શ્રોફે ખેંચી છે. વળી, બીજા યૂઝરે દિશા માટે કહ્યું- તમે હંમેશા મારી પહેલા પસંદ રહેશો.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો દિશા હવે આગામી ફિલ્મ રાધેમાં સલમાન ખાન સાથે દેખાશે. આ ફિલ્મને પ્રભુ દેવાએ ડાયરેક્ટ કરી છે. ફિલ્મમાં જેકી શ્રોફ અને રણદીપ હુડ્ડા પણ મુખ્ય રૉલમાં દેખાશે.