મુંબઈઃ બોલીવૂડ એક્ટ્રેસ અને ફિલ્મ ડ્રીમ ગર્લમાં આયુષ્માન ખુરાના સાથે કામ કરી ચૂકેલી એક્ટ્રેસ રિંકુ સિંહ નિકુંભનું કોરોનાથી નિધન થયુ છે. તે છેલ્લે વેબ શો હેલો ચાર્લીમાં નજર આવી હતી. તેમજ રિંકુ સિંહ કેટલીય ટીવી સિરિયલોમાં પણ કામ કરી ચૂકી છે. તેણે વિસ્લિંગવૂડથી પોસ્ટગ્રેજ્યુએશન કર્યુ હતું.
રિંકુ સિંહનો 25 મેના રોજ કોરોનાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. કોરોના થયા પછી તે ઘરમાં જ ક્વોરંટાઇન હતી. જોકે, તેનો તાવ ઉતરતો નહોતો. આથી હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી. શરૂઆતમાં તે જનરલ કોવિડ વોર્ડમાં જ રહી હતી, તેમ તેની કઝીન ચંદા સિંહે જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે, જનરલ વોર્ડમાંથી તેને ICUમાં શિફ્ટ કરાઈ હતી. જે દિવસે તેનું નિધન થયું તે દિવસે પણ તે સ્વસ્થ હતી. છેલ્લે તેણે આશા છોડી દીધી હતી કે, તે સર્વાઇવ નહીં કરી શકે. રિંકુ અસ્થમાની પેશન્ટ હતી. તેની કઝીને એમ પણ કહ્યું હતું કે, રિંકુ સિહંે કોવેક્સિનનો પહેલો ડોઝ લીધો હતો અને જલ્દી જ બીજો ડોઝ પણ લેવાની હતી. રિુંકુએ 7 મેના રોજ રસીનો પહેલો ડોઝ લીધો હતો.
રિંકુ ખુશમિજાજ છોકરી હતી અને એનર્જીથી ભરપૂર હતી. હોસ્પિટલમાં દાખલ હતી ત્યારે પણ લોકોની મદદ કરી રહી હતી. તે ઘરમાં જ સંક્રમિત થઇ હતી અને તેના ઘરમાં ઘણા લોકોનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. જે હજુ પણ રિકવર નથી થઇ શક્યા.
નીતિ મોહને આપ્યો દીકરાને જન્મ, પતિ નિહાર પંડ્યાએ શેર કરી આ સુંદર તસવીર
મુંબઇઃ સિંગર નીતિ મોહન અને તેના પતિ નિહાર પંડ્યા માતા-પિતા બની ગયા છે. બન્નેએ પોતાના પહેલા બાળકને જન્મ આપ્યો છે, બન્નેએ બેબી બૉયનુ વેલકમ કર્યુ છે. નિહારે પોતાની ઇન્સ્ટાગ્રામ પૉસ્ટ પર દીકરાના જન્મની જાણકારી આપી અને બતાવ્યુ કે નીતિ અને બાળક બન્ને સુરક્ષિત અને સ્વસ્થ છે.
નિહારે નીતિની સાથે રોમાન્ટિક તસવીર શેર કરીને આગળ લખ્યું- મારી સુંદર પત્ની મને મારા નાના છોકરાને તે બધુ જ શીખવાડવાનો મોકો આપે છે, જે મારા પિતાએ મને આ શીખવાડ્યુ છે. તે દરરોજ મારા જીવનમાં વધુને વધુ પ્રેમ ફેલાવે છે. સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે નીતિ અને અમારુ બાળક બન્ને સ્વસ્થ અને ઠીક છે. આજે મુંબઇમાં આ વાદળ અને વરસાદના દિવસે સૂરજની રોશનીની જેમ આવ્યો છે.
બ્લેક એન્ડ વ્હાઇટ તે જ તસવીર શેર કરતા નીતિએ લખ્યું- અમારો પરિવાર, નિહાર પંડ્યા અને હું કાલે અમારા બેબી બૉયનુ સ્વાગત કરીને ખુશ છીએ. આ નાના બાળકને પોતાની બાહોમાં પકડવો અત્યાર સુધીનો સૌથી અસલી અનુભવ છે. અમે બહુ જ ખુશ છીએ, અને પ્રેમ અને શુભકામનાઓ માટે તમામને ધન્યાવાદ આપીએ છીએ. બન્નેએ પોતાના પહેલા બાળકને જન્મ આપ્યો છે, બન્નેએ બેબી બૉયનુ વેલકમ કર્યુ છે.
2019માં થયા હતા લગ્ન
ઉલ્લેખનીય છે કે નીતિ મોહન અને નિહાર પંડ્યા 15 ફેબ્રુઆરી, 2019એ સાત ફેરા ફર્યા હતા. આ લવ મેરેજ હતા. હૈદરાબાદમાં થયેલા આ શાહી લગ્નની ચર્ચા પણ ખુબ થઇ હતી. સોશ્યલ મીડિયામાં આ લગ્નની તસવીરોને લઇને ક્રેઝ ઘણાસમય સુધી રહ્યો હતો. નીતિ એક કમાલની ગાયિકા છે, તો નિહાર બેસ્ટ અભિનેતા છે, જે મણિકર્ણિકા જેવી ફિલ્મનો ભાગ રહી ચૂક્યો છે. વળી નીતિની વાત કરીએ તો સ્ટૂડન્ટ ઓફ ધ યરથી બૉલીવુડમાં ડેબ્યૂ કરનારી નીતિને કેટલાય બેસ્ટ ગીતો બૉલીવુડને આપ્યા છે.