બોલીવૂડ એક્ટ્રેસ યામી ગૌતમે અચાનક લગ્ન કરી તમામ ફેન્સને ચોંકાવી દિધા છે. અભિનેત્રી યામી ગૌતમે ઉરી ફિલ્મના ડાયરેક્ટર આદિત્ય ધાર સાથે લગ્ન કર્યા છે.
આ સીક્રેટ વેડિંગ હતા જેની જાણ મીડિયાને પણ નહોતી. હવે લગ્નની તસવીર સામે આવી છે જેમાં દુલ્હન બનેલી યામી અને આદિત્ય ખૂબ જ સુંદર લાગી રહ્યા છે.
યામી ગૌતમે વેડિંગ તસવીર શેર કરતા શાનદાર કેપ્શન લખ્યું છે. આજે અમે કેટલાક નજીકના સંબંધીઓ અને ખાસ લોકો વચ્ચે લગ્નના બંધનમાં બંધાઈ ગયા. મિત્રતા અને પ્રેમ ભરેલા સંબંધોની શરુઆત કરી રહ્યા છીએ। તમારા પ્રેમ અને શુભકામનાઓની જરુર છે.
યામી ગૌતમ દુલ્હન બનીને ખૂબ જ સુંદર લાગી રહી છે. તેણે લગ્નના ખાસ અવસર પર મરુન કલરની સાડીને પસંદ કરી છે. આ સાથે જ ગોલ્ડન હેવી જ્વેલરીમાં જોવા મળી રહી છે. જ્યારે આદિત્ય વ્હાઈટ શેરવાનીમાં જોવા મળ્યા.
તમને જણાવી દઈએ કે આદિત્યએ ઉરી- ધ સર્જિકલ સ્ટ્રાઈક જેવી ફિલ્મને ડાયરેક્ટ કરી છે અને ઈન્ડસ્ટ્રીના સારા ડાયરેક્ટર માનવામાં આવે છે. ઉરીમાં યામીએ પણ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી અને હવે અચાનક બંનેના લગ્નના સમાચાર સામે આવ્યા છે.