દીકરીની તસવીર શૅર કરીને શિલ્પા શેટ્ટીએ કહ્યું હતું, ઓમ ગણેશાય નમઃ અમારી પ્રાર્થનાઓનો જવાબ મળી ગયો. અમને એ જણાવતા આનંદ થાય છે કે લિટિલ એન્જલે અમારા ઘરે પગલાં પાડ્યાં છે. સમીશા શેટ્ટી કુંદ્રા.
દીકરીને જન્મ આપ્યા બાદ શિલ્પા શેટ્ટીએ જણાવ્યું, છેલ્લા 5 વર્ષથી બીજા બાળક માટે પ્રયત્ન કરતા હતા. મને હંમેશા એક દીકરીની ઈચ્છા હતી. જ્યારે હું 21 વર્ષની હતી ત્યારે જ સમીશા નામ વિચારી લીધું હતું. જ્યારે મેં નિકમ્મા સાઇન કરી અને હંગામા માટે ડેટ ફિક્સ કરી ત્યારે અમને ખુશખબર મળી કે હું અને રાજ ફેબ્રુઆરીમાં ફરીથી પેરેન્ટ્સ બનવાના છીએ. ત્યારે મેં અને રાજે ફેબ્રુઆરી સુધીનું વર્ક શેડ્યૂલ કરી લીધું હતું.
શિલ્પા શેટ્ટીએ બિઝનેસમેન રાજ કુંદ્રા સાથે 2009માં લગ્ન કર્યા છે. બંનેને એક પુત્ર છે અને હવે તેમના ઘરે એક નાની દિકરી આવી ગઈ છે. શિલ્પા અને રાજ કુંદ્રા સેરોગેસીના માધ્યમથી ફરી એક વખત ચાલુ મહિને માતા-પિતા બન્યા હતા. લગ્નના 11 વર્ષ બાદ શિલ્પા બીજીવાર માતા બની છે.