Sonakshi Sinha Latest Video: બી-ટાઉનની સૌથી સુંદર અભિનેત્રીઓમાંની એક સોનાક્ષી સિન્હા તેના શાનદાર અભિનય માટે જાણીતી છે. એટલું જ નહીં, સોનાક્ષી સિન્હા સોશિયલ મીડિયા પર પણ ખુબ એક્ટિવ રહે છે. સોનાક્ષી સિન્હા દરરોજ પોતાના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. હાલમાં જ દબંગ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હાનો એક લેટેસ્ટ વીડિયો સામે આવ્યો છે, જેમાં તે દેવદાસ ફિલ્મના માર ડાલા ગીત પર માધુરી દીક્ષિતની જેમ ડાન્સ કરતી જોવા મળી રહી છે.


 




સોનાક્ષી સિન્હા પર દેવદાસનો નશો ચઢ્યો


વાસ્તવમાં સોનાક્ષી સિન્હાએ હાલમાં જ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે સોનાક્ષી સિન્હાએ દેવદાસમાં માધુરી દીક્ષિતના માર ડાલા ગીતનો લુક અપનાવ્યો છે. સોનાક્ષી સિન્હા લીલા રંગના લહેંગામાં પરંપરાગત સ્ટાઈલમાં કહેર વર્તાવતી જોવા મળે છે. એટલું જ નહીં, સોનાક્ષીએ આ વીડિયોમાં દેવદાસ ફિલ્મનું માર ડાલા ગીત પણ મૂક્યું છે, જેના પર સોના ડાન્સ કરતી જોવા મળી રહી છે. સોનાક્ષી સિન્હાના આ વીડિયોના વખાણ કરીએ તેટલા ઓછા છે, કારણ કે માધુરી સ્ટાઈલમાં તેનો લુક અને ડાન્સ બંને અદભૂત છે. આ જ કારણ છે કે સોનાક્ષી સિન્હાનો આ લેટેસ્ટ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. સોનાક્ષીના આ વીડિયોને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે અને કોમેન્ટ કરી રહ્યા છે.


આ ફિલ્મોમાં સોનાક્ષી સિન્હા જોવા મળશે


બીજી તરફ જો આપણે સોનાક્ષી સિન્હાના વર્કફ્રન્ટની વાત કરીએ તો સોનાક્ષી સિન્હા લાંબા સમયથી કોઈ ફિલ્મમાં જોવા મળી નથી. પરંતુ આવનારા સમયમાં સોનાક્ષી સિન્હા બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમાર સાથે ફિલ્મ ડબલ એક્સએલમાં મહત્વની ભૂમિકા ભજવતી જોવા મળી શકે છે. આ ફિલ્મમાં સોનાક્ષી ઉપરાંત હિન્દી સિનેમાની દમદાર અભિનેત્રી હુમા કુરેશી પણ જોવા મળશે. તમને જણાવી દઈએ કે સોનાક્ષી સિન્હાની આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થઈ શકે છે.


આ પણ વાંચો


Irfan Pathan Cobra Movie: ઈરફાન પઠાણની ડેબ્યૂ ફિલ્મને લઈને રોબિન ઉથ્થપાએ આપ્યું મોટું નિવેદન


Ganesh Chaturthi 2022 Date: ગણેશ ચતુર્થી ક્યારે જાણો ગણેશ પૂજાથી કયા-કયા ગ્રહ થાય છે શાંત


Sachin’s First Car: ક્રિકેટના ભગવાન ગણાતા ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરની પ્રથમ કાર Maruti 800 ફરી થઈ દોડતીજુઓ વીડિયો


Photos: રિયલ લાઇફમાં આ રીતે જિંદગી જીવે છે રશ્મિકા મંદાનાતસવીરોમાં દેખાયુ સાદુ જીવનજુઓ......


Ganesh Sthapana 2022 Muhurat: ગણેશ ચતુર્થી પર આ મૂહૂર્તમાં કરો બાપાની સ્થાપના, જાણો વિસર્જનની તારીખ


Health tips: આ ફિટનેસ રૂટીન આપને જીવનભર રાખશે એનેર્જેટિક, દિનચર્યામાં સામેલ કરો આ આદતો