Health tips:સવારની આ 7 ગૂડ હેબિટ આપને દિવસભર રાખશે એનેર્જેટિક અને પોઝિટિવિટીથી ભરપૂર,દિનચર્યામાં કરો સામેલ


આજે અમે તમને એવી જ કેટલીક સારી આદતો વિશે જણાવી રહ્યા છીએ, જેને અપનાવવાથી તમે દિવસભર સકારાત્મક અને તાજગી અનુભવશો. આવો જાણીએ આ સારી આદતો વિશે..


આપની  સવારમાં કેટલીક એવી આદતો છે જેની સંપૂર્ણ અસર તમારી દિનચર્યા પર જોવા મળે છે. એટલે જ કહેવાય છે કે શરૂઆત સારી હોય તો આખો દિવસ સારો પસાર થાય છે.


આજે એવી ગૂડ હેબિટ્સ વિશે વાત કરીએ જેનાથી આપનો સમગ્ર દિવસ એનર્જેટિક રહેશે અને આપ ફ્રેશ ફીલ કરશો.


સવારે ઉઠીને ખાલી પેટ પહેલા એક ગ્લાસ પીઓ, આ આદત સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી છે અને પાચન પણ તેનાથી દુરસ્ત રહે છે.


મેડિટેશન: 5 મિનિટનું નાનું મેડિટેશન સેશન તમારા સ્વાસ્થ્યને ખૂબ જ ફાયદો પહોંચાડે છે, તેથી ફોન તરફ તાકી રહેવાને બદલે પહેલા તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપો, જેનાથી તમારું સ્વાસ્થ્ય પણ જળવાઈ રહેશે. તે તમારા તણાવ અને ચિંતાને ઘટાડે છે અને મૂડને સુધારવામાં મદદ કરે છે.


વ્યાયામ: સવારે વ્યાયામ કરવાથી દિવસભર એનર્જી મળે છે. આ સાથે, તે ડિપ્રેશનને દૂર કરવામાં અને તમારા મૂડને સુધારવામાં પણ મદદ કરે છે.


સૌ પ્રથમ આપ આપના બેડ પરથી  શરૂઆત કરવી પડશે. સારી આદત માટે, તમે સૌથી પહેલા જે કરો છો તે એ છે કે તમે જાગતાની સાથે જ આપના બેડને વ્યવસ્થિત  કરો.


હેલ્ધી બ્રેકફાસ્ટ: તંદુરસ્ત નાસ્તો આપના આખો દિવસ સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તો નાસ્તો ક્યારેય સ્કિપ ન કરશો. નાસ્તામાં આખું અનાજ, પ્રોટીન, પીનટ બટર, લીન મીટ, પોલ્ટ્રી, માછલી અથવા ઇંડા, દહીં,  ફળ અને શાકને સામેલ કરો.


શું દૂધ પીવાથી વધે છે બેડ કોલેસ્ટ્રોલ?



  • શું દૂધ પીવાથી વધે છે બેડ કોલેસ્ટ્રોલ?

  • કેટલાક લોકો માને છે દૂધ બેડ કોલેસ્ટ્રોલ વધારે છે.

  • હાઇ કોલેસ્ટ્રોલ હાર્ટ અટેકનું વધારે છે જોખમ

  • કોલેસ્ટ્રોલ એક મોમી પદાર્થ છે, જે બ્લડમાં હોય છે

  • જે કોશિકાના નિર્માણ માટે જરૂરી પણ છે

  • દૂધ સપ્રમાણ માત્રામાં પીવાથી નથી વધતું કોલેસ્ટ્રોલ

  • ડેરી પ્રોડક્ટસના સેવનાના અનેક ફાયદા પણ છે

  • પોટેશિયમ, ફોસ્ફરસ,આયોડિન,મેગ્નશિયમથી છે સભર

  • કેલ્શિયમની પૂર્તિ માટે પણ દૂધ પીવું જરૂરી

  • જે હાડકાંને મજબૂત કરવામાં મદદ કરે છે.