Ajay Devgn On Fan: બોલિવૂડના પ્રતિભાશાળી અભિનેતાઓમાંના એક અજય દેવગને 3 એપ્રિલે તેનો 54મો જન્મદિવસ ઉજવ્યો હતો. ફેન્સે પણ પોતાના સુપરસ્ટારનો જન્મદિવસ ખાસ રીતે સેલિબ્રેટ કર્યો હતો. આ દરમિયાન મુંબઈમાં અભિનેતાના ઘરની બહાર સેંકડો ચાહકો તેની એક ઝલક મેળવવા માટે એકઠા થયા હતા. અજય પણ ફેન્સ અને પેપ્સ સાથે જન્મદિવસની ઉજવણી કરવા માટે થોડો સમય માટે તેના ઘરની બહાર આવ્યો હતો. જો કે આ દરમિયાન એક પ્રશંસકે આવું કર્યું હતું, જેને લઈને એક્ટર ભારે નારાજ થઈ ગયો હતો અને જવાબમાં હરકત કરી બેઠો હતો. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
અજય દેવગન યુઝર્સના નિશાને જ્યારે યુઝર્સ વાયરલ થઈ રહેલા વીડિયો પર ઉગ્ર ટિપ્પણીઓ પણ કરી રહ્યા છે. ઘણા લોકોએ અજયને તેના વર્તન માટે ટ્રોલ કર્યો છે. એક યુઝરે લખ્યું હતું કે, જ્યારે કોઈએ પ્રોપર્ટીની ચોરી કરી લીધી હોય આવી પ્રતિક્રિયાનો અર્થ શું હતો? જ્યારે બીજાએ લખ્યું, "ભોલા બહિષ્કાર કર દો દિમાગ ઠીક હો જાયેગા.... ઝુબા કેસરી કા. જ્યારે બીજાએ લખ્યું, એ એક ફેન્સના ઉત્સાહને ક્યારેય નહીં સમજી શકે. અજય દેવગન વર્ક ફ્રન્ટ વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અજય દેવગનની ફિલ્મ 'ભોલા' તાજેતરમાં રીલિઝ થઈ છે. 'ભોલા'ને દર્શકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. આ ફિલ્મને અજય દેવગણે જ ડિરેક્ટ કરી છે. જ્યારે અભિનેતાની 'મેદાન' પણ રિલીઝ થવા જઈ રહી છે. 'ભોલા'ની સાથે 'મેદાન'નું ટીઝર પણ રિલીઝ થઈ ગયું છે. જેને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે.