મુંબઇઃ સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સ એન્ગલમાં પકડાયેલી રિયા ચક્રવર્તીને આજે બૉમ્બે હાઇકોર્ટે જામીન આપી દીધા છે. એનસીબીએ અભિનેત્રીની ડ્રગ્સ પેડલિંગના ગુનામાં ધરપકડ કરી હતી. અગાઉ અભિનેત્રી અને તેના ભાઇએ જામીન માટે કોર્ટમાં અરજી હતી પરંતુ ફગાવી દેવામાં આવી હતી. હવે કોર્ટની કૉપી મળ્યા બાદ એનસીબી રિયાને જેલમાંથી મુક્ત કરી દેશે. રિયાને જામીન મળતા બૉલીવુડના કેટલાક સેલેબ્સે ખુશી વ્યક્ત કરી છે, જેમાં તાપસી પન્નૂ, ફરહાન અખ્તર, અનુભવ સિન્હા, ઋચા ચઢ્ઢા, અનુરાગ કશ્યપ અને હંસલ મેહતા સામેલ છે. આ તમામે ટ્વીટર પર પોતાના રિએક્શન્સ આપ્યા છે.

એક્ટ્રેસ તાપસીએ લખ્યું- આશા છે કે જેલમાં તેનો સમય ઘણાબધા લોકોના અહેસાનોનો શિકાર થયો છે. જેમને સુશાંતના ન્યાયના નામ પર પોતાના વ્યક્તિગત એજન્ડાને પુરો કર્યો. લાઇફ અનફેયર છે, પરંતુ હજુ ખતમ નથી થઇ.



ફરહાન અખ્તરે લખ્યું- રિયા અને તેના પરિવારને આ નરકમાં ધકેલવા માટે શું કોઇ એન્કર માફી માંગશે? એવુ નથી લાગતુ પરંતુ તેમને હજુ ગૉલપૉસ્ટ શિફ્ટ કરતા જુઓ. તે તેના માટે પ્રસિદ્ધ છે.



ફિલ્મ મેકર અનુભવ સિન્હાએ પણ લખ્યુ- ફાઇનલી, તેને જામીન મળી ગયા, આની સાથે હેશટેગની સાથે રિયા ચક્રવર્તી લખ્યું છે.





કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ

કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ