વાસ્તવમાં ટ્ટિટર પર લોકો અલી ફઝલની એક પોસ્ટને લઈને નારાજ છે. તેણે ડિસેમ્બર 2019માં સીએએ અને એનઆરસીના વિરોધમાં ટ્ટિટ કર્યું હતું.
યૂઝર્સે ટ્વિટર પર અલી ફઝલના પાત્ર ગુડ્ડનના ડાયલોગનો સહારો લીધો છે. અનેક યૂઝર્સે લખ્યું કે, “શુરુ મજબૂરી મે કિયે થે, અબ મઝા આ રહા હૈ.”જ્યારે ફરહાન અખ્તરનો વિરોધ સીએએ વિરોધી પ્રદર્શનોમાં સામેલ થવા પર કરવામાં આવી રહ્યો છે.
એક યૂઝર્સે મિર્ઝાપુરનું એક પોસ્ટર શેર કરીને લખ્યું કે, દેશ પ્રતિ વફાદાર લોકોની વેબ સીરીઝ અથવા ફિલ્મોને હવે જોવી જોઈએ નહીં. તેના બાદ બાયકૉટ મિર્ઝાપુર 2 હેશટેગ લખ્યું છે. અન્ય યૂઝરે લખ્યું કે, હું મિર્ઝાપુરને ફ્રીમાં પણ નહીં જોઉં.