Sohail Khan and Seema Khan Divorce: બૉલીવુડ એક્ટર સોહેલ ખાન (Sohail Khan) અને સીમા ખાન (Seema Khan) તલાક લેવા જઇ રહ્યાં છે. લગ્નના 24 વર્ષ બાદ બન્નેએ અલગ થવાનો ફેંસલો કર્યો છે. સોહેલ ખાન અને સીમા ખાન આજે ફેમિલી કોર્ટની બહાર સ્પૉટ થયા છે. તેમની ફેમિલી કોર્ટની બહારની આ તસવીરો વાયરલ થઇ રહી છે.
ઇટાઇમ્સના રિપોર્ટ અનુસાર, ફેમિલી કોર્ટના એક સુત્રએ બતાવ્યુ કે સોહેલ ખાન અને સીમા ખાન આજે કોર્ટમાં હાજર હતા, બન્નેએ તલાક ફાઇલ કરી છે. બન્ને તે દરમિયાન દોસ્તની જેમ જ દેખાયા.
ફેમિલી કોર્ટમાં તલાક ફાઇલ કર્યા બાદ બન્ને પોત પોતાના કારથી ઘર માટે રવાના થઇ ગયા હતા, બન્નેની તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહી છે, જ્યાં સોહેલ ખાન સિક્યૂરિટીથી ઘેરાયેલો દેખાયો હતો.
ઉલ્લેખનીય છે કે, સોહેલ ખાન અને સીમા ખાને વર્ષ 1998 માં લગ્ન કર્યા હતા. તેમના બે બાળકો નિર્વાણ અને યોહન છે. વર્ષ 2017 માં રિપોર્ટ્સ અનુસાર, સોહેલ ખાન અને સીમા ખાના અલગ થવાની જાણકારી સામે આવી હતી. શૉ 'ધ ફેબ્યૂલસ લાઇવ્ઝ ઓફ બૉલીવુડ વાઇવ્ઝ'માં બતાવવામાં આવ્યુ હતુ કે સોહેલ અને સીમા અલગ રહે છે, અને બાળકો બન્નેની સાથે રહે છે. આ શૉમાં સ્પષ્ટ થઇ ગયુ હતુ કે સીમા અને સોહેલ અલગ અલગ રહે છે.
આ પણ વાંચો..........
Astrology Tips: ઘરની લક્ષ્મી કહેવાય છે, આ રાશિની યુવતીઓ,માતા પિતા માટે નિવડે છે ખૂબ જ ભાગ્યશાળી
Monsoon Update: આ વર્ષે ચોમાસાનું આગમન થશે વહેલું, જાણો ક્યારે પડશે પહેલો વરસાદ
સલમાન ખાનની 'ટાઈગર 3'થી લઈને અલ્લૂ અર્જુનની 'પુષ્પા 2' સુધી, આ ફિલ્મો આવતા વર્ષે આ સમયે રિલીઝ થશે
High Inflation Rate: આઠ વર્ષમાં મોંઘવારીએ કમર તોડી નાંખી, શાકભાજી, કઠોળ, વીજળી બધું જ મોંઘું થયું