Kangana Ranaut : વર્ષ 2021માં આવેલી કંગના રનૌત સ્ટારર ફિલ્મ થલાઈવી બોક્સ ઓફિસ પર આફત સાબિત થઈ હતી. આ ફિલ્મમાં કંગના રનૌતે તમિલનાડુના પૂર્વ સીએમ જે જયલલિતાનો રોલ કર્યો હતો. તેની એક્ટિંગના ખૂબ વખાણ થયા પરંતુ ફિલ્મ ખરાબ રીતે ફ્લોપ થઈ. હવે તેના મેકર્સને ફિલ્મ રિલીઝ થયાના બે વર્ષ બાદ વધુ એક ઝટકો લાગ્યો છે.

હકીકતમાં દેશભરમાં આ ફિલ્મનું વિતરણ કરવા માટે જવાબદાર કંપની ઝી સ્ટુડિયોએ હવે નિર્માતાઓને તેમના 6 કરોડ રૂપિયા પરત કરવા કહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ડિસ્ટ્રીબ્યુટર કંપનીએ થલાઈવીના મેકર્સને 6 કરોડ રૂપિયા એડવાન્સ આપ્યા હતા. જે હજુ સુધી મેકર્સે પરત કર્યા નથી.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કંપનીએ છેલ્લા બે વર્ષમાં ઘણી વખત મેકર્સ પાસેથી પૈસાની માંગણી કરી છે. આ માટે મેઈલ પણ મોકલવામાં આવ્યા હતા અને ફોન કોલ દ્વારા પૈસા પણ માંગવામાં આવ્યા હતા. જો કે પૈસા પરત મળ્યા ન હતા. આવી સ્થિતિમાં ઝી સ્ટુડિયો હવે કાયદાકીય પગલાં લેવાનું વિચારી રહ્યું છે.

આ ફિલ્મ 60 કરોડના બજેટમાં બની હતી

થલાઈવીનું બજેટ લગભગ 60 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. જોકે, આ ફિલ્મ ભારત અને વિદેશમાં માત્ર 8.5 કરોડનો જ બિઝનેસ કરી શકી હતી. આ ફિલ્મનું નિર્દેશન વિજયે કર્યું હતું. જેમાં ADMKના સ્થાપક અને પૂર્વ સીએમ એમજી રામચંદ્રનનું પાત્ર અરવિંદ સ્વામીએ ભજવ્યું હતું.

કંગનાની અગાઉની ઘણી ફિલ્મો ફ્લોપ રહી

વર્ષ 2019થી કંગના રનૌતની કોઈપણ ફિલ્મ સફળ રહી નથી. જજમેન્ટલ હૈ ક્યા, પંગા, થલાઈવી પછી ફિલ્મ ધકક પણ ખરાબ રીતે ફ્લોપ ગઈ. આ ફિલ્મો કંગનાની સૌથી મોટી ફ્લોપ ફિલ્મોમાંની હતી. હવે કંગના રનૌત તેની આગામી ફિલ્મ ઈમરજન્સીની રાહ જોઈ રહી છે. આમાં તે પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધીના રોલમાં જોવા મળશે. ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ ગયું છે. બસ રિલીઝની રાહ જોવાઈ રહી છે.