મીરા રાજપૂતની ઇચ્છા છે કે, શાહિદ કપૂર ડાન્સ ફિલ્મ કરે. આ કારણે જ શાહિદ કપૂરને મીરાના ગુસ્સાનો સામનો કરવો પડ્યો. મીરા આ કારણે જ શાહિદથી નારાજ છે. હવે નારાજ પત્નીને મનાવવા માટે શાહિદે સોશિયલ મીડિયા પર માફી માંગી છે અને ફોલોવર્સ પાસે પણ મદદ માંગી છે. શાહિદ કપૂરે આ મુદ્દે ઇન્સ્ટા સ્ટોરી પણ અપડેટ કરી છે.


મીરા શાહિદ પર ઠાલવ્યો રોષ

શાહિદ કપૂરે સમગ્ર મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, મીરા ઇચ્છે છે કે, તે કોઇ ડાન્સ ફિલ્મ કરે. જેના કારણે તેમણે શાહિદ પર ગુસ્સો પણ ઠાલવ્યો હતો.  જો કે મુદ્દે શાહિદ કપૂરે સોશિયલ મીડિયા પર ઇન્સ્ટા સ્ટોરી લખતાં જણાવ્યું છે કે, ‘મીરા મારા પર ગુસ્સે ભરાઇ છે.મીરા ઇચ્છે છે કે હું કોઇ મસ્તીભરી ડાન્સ ફિલ્મ કરું. જેમાં હું મસ્તી અને ડાન્સ કરતો જોવા મળું. આ એક ઓપન ઇન્વિટેશન છે. તેને મનાવવા માટે મને કોઇ#typecast હિરોની જરૂરત છે. મીરા રાજપૂત જો હું કોશિશ તો કરી રહ્યો છું. જેમાં તેમણે તેમનું એનિમેટેડ વર્જન પણ પોસ્ટ કર્યો છે’

આશા છે કે, શાહિદ કપૂર મીરાને મનાવવાં સફળ થઇ જાય અને તેમને મસ્તીભરી ફિલ્મ મળી જાય. હાલ તો શાહિદ કપૂર ફિલ્મ જર્સીમાં જોવા મળશે, આ સ્પોર્ટસ ડ્રામા ફિલ્મની શૂટિંગ તેમણે હાલ જ પૂરી કરી છે. આ ફિલ્મ તેલુગુ ફિલ્મ જર્સી રીમેક છે. આ ફિલ્મમાં શાહિદ કપૂર સાથે પકંજ ત્રિપાઠી અને મૃણાલ ઠાકુર પણ જોવા મળશે.