બ્રિટિશ કારોબારીની પણ ધરપકડ
તેની સાથે એનસીબીએ બ્રિટિશ કારોબારી કરણ સજદાનીની પણ ધરપકડ કરી છે. બંને બહેનો તેમને ડ્રગ્સ કારોબારમાં મદદ કરતી હોવાનું કહેવાય છે. બાંદ્રામાં થયેલા આ કાર્યવાહીમાં 200 કિલો ડ્રગ્સ મળી આવ્યું હતું.
રિપોર્ટ પ્રમાણે, પ્રતિબંધિત ડ્રગ્સ કરણ સજદાનીએ પેક કરાવ્યું હતું અને તે મુંબઈમાં અલગ-અલગ જગ્યાએ ક્લાયન્ટ્સને મોકલવાનો હતો. કરણ એક્ટર સુશાંત સિંહ રાજપૂત કેસ સાથે જોડાયેલો છે અને તે અનુજ કેસવાનીનો સપ્લાયર છે. NCBએ પહેલાં જ અનુજની ધરપકડ કરી લીધી છે.
આ કેસમાં દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર, સારા અલી ખાન, રકુલ પ્રીત સિંહ, અર્જુન રામપાલ સહિતના સેલેબ્સની પૂછપરછ થઈ હતી. 30થી વધુ ડ્રગ્સ પેડલર અરેસ્ટ થયા છે.