બોલિવૂડ:સુપરસ્ટાર શાહરૂખ ખાન અને ફિલ્મ નિર્માતા અને કોરિયોગ્રાફર  ફરાહ ખાને તેમની ફિલ્મ  ‘મેં હુ ના’ નો ટાઇટલ ટ્રેક પર પરફોર્મન્સ આપીને ફેન્સને ખુશ કરી દીધા. જુઓ મજેદાર વીડિયો.


સુપર સ્ટાર શાહરૂખ ખાન અને ફિલ્મ નિર્માતા-કોરિયોગ્રાફર ફરાહ ખાને તેમની ફિલ્મ ‘મેં હુ ના’ ટાઇટલ ટ્રેક પર પર્ફોમન્સ કરીને ફેન્સે ખુશ કરી દીધા. ફરાહે આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ  કર્યો છે. જેમાં બંને શાહરૂખ ખાન અને ફરાહ ખાન ઝુમતાં જોવા મળે છે. ફિલપના અંતમા તે શાહરૂખના ગાલ પર કિસ કરતી જોવા મળે છે.


વીડિયો સાથે ફરાહ ખાને લખ્યું કે, ‘મારી પસંદગીના વન એન્ડ ઓન્લી એસઆરકેની સાથે’  ‘હેશટેગ મેં હુના,  હેશટેગ ફરાહના ફન ડે’ વીડિયોમાં અત્યાર સુધીમાં  81.8 હજાર લોકોએ જોયો છે. અભિનેતા રણવીર સિંહે વીડિયોનો લાઇક કર્યો છે અને હાર્ટવાળા અનેક ઇમોજી શેર કર્યો છે.


તેમણે લખ્યું કે, ‘ઓહહહ હર્ટ મેલ્ટ’ અભિનેતા રિતેશ દેશમુખે લખ્યું કે, ‘ઓલ ટાઇમ ફેવરિટ’ ફિલ્મ ‘મેં હુ ના’થી ફરાહ ખાને ફિલ્મમાં નિર્દેશનની શરૂઆત કરી હતી. તેમાં જાયદ ખાન, સુષ્મિતા સેન, અમૃતા રાવ અને સુનિલ શેટ્ટી પણ છે. મેં હુના બાદ શાહરૂખ અને ફરાહએ ‘ઓમ શાંતિ ઓમ’ ‘હેપ્પી ન્યૂ ઇયર’ જેવી ફિલ્મમાં કામ કર્યું.



શાહરૂખ ખાને એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે, ‘તેમણે તેમના દીકરા આર્યન  માટે કેટલાક રૂલ નક્કી કર્યાં છે. તે એ છે કે, તેને ઘરમાં હંમેશા ટીશર્ટ પહેરીને રહેવાનું છે. મને લાગે છે કે, પુરૂષોએ ઘરમાં માતા,બહેન, સામે શર્ટલેશ ન ફરવું જોઇએ. હું હમેશા તેને ટીશર્ટ પહેરવા કહું છું. જ્યે આપણે આપણી મા બહેન અને મિત્રોને  કપડાં વિના જોવામાં કમ્ફર્ટેબલ  નથી હોતો તો તે પણ કેવી રીતે હોઇ શકે. તો યુવકોને પણ આવું કરવાની છૂટ ન આપવી જોઇએ. જે કામ મહિલાઓને કરવાની છૂટ નથી તે માટે પુરૂષોને પણ મનાઇ જ હોવી જોઇએ.