બોલિવૂડ: ફેમસ ગીતકાર મનોજ મુંતશિર હાલમાં જ મુગલો માટે આપેલા તેના નિવેદનના કારણે વિવાદમાં ફસાયા છે. જો કે તેના નિવેદન પર  ઋચા ચઠ્ઠા અને નીરજ ઘાયવાન તેની આલચના કરી રહી છે.


હિન્દી ફિલ્મના મશહૂર ગીતકાર મનોજ મુંતશિર તાજેતરમાં જ મુગલો પર એક નિવેદન આપ્યું હતું. જેના કારણે વિવાદ સર્જાયો છે. તેમનું નિવેદન દલીલનો મુદ્દો બની ગયો છે. જો કે સોશિયલ મીડિયા પર કેટલાક લોકો મનોજના  નિવેદનનું  સમર્થન પણ કરી રહ્યાં છે. જો કે બીજી તરફ કેટલાક લોકો તેમનો વિરોધ પણ કરી રહ્યાં છે અને મનોજ મુંતશિર પર નિશાન સાધ્યું છે. તેના કારણે જ ઇતિહારથી નીકળીને મુગલ હાલ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઇ રહ્યાં છે.


મનોજે શેર કર્યો વીડિયો
મનોજ મુંતશિરનો એક વીડિયો  સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થયો છે. જેમાં તે મગુલો માટે ડકૈત શબ્દનો ઉપયોગ કરે છે. આ વીડિયો બાદ મનોજ મુંતશિર ફિલ્મ ઇન્ડસ્ટ્રીની તેમના સહયોગી સાથે કેટલાક લોકોના નિશાન પર પણ આવી ગયા છે. આટલું જ નહીં મનોજ મુંતશિર પર નફરતની બીજ લગાવવાનો પણ આરોપ લગાવાયો છે.



વીડિયોમાં મુગલો માટે  ‘ડકૈત’ શબ્દ વાપર્યો
કેસરી ભૂજ  જેવી ફિલ્મોના ગીત લખનાર મનોજ મુંતસિરે હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો અપલોડ કર્યો હતો. જેનું ટાઇટલ “આપકા પૂર્વજ કોન હૈ” આ વીડિયો 24 ઓગસ્ટે અપલોડ કરવામાં આવ્યો હતો.તેના પર અનેક સવાલ ઉઠી રહ્યાં છે.જો કે ફિલ્મ મેકર વિવેક રંજન અગ્નિહોત્રી સહિત કેટલાક લોકોએ તેનુ સમર્થન કર્યું છે. એક મિનિટના વીડિયોમાં તેમણે કહ્યુ કે. દેશના લોકોનું બ્રેઇન વોશ કરવામાં આવ્યુ છે.


 


ઋચા ચઠ્ઠાએ સાધ્યું નિશાન
આ વીડિયો પર એક્ટ્સ ઋચા ચઠ્ઠાએ નિશાન સાધ્યું છે. તેમણે ટવિટ કરતાં કહ્યું કે. “ ખૂબ જ ખરાબ કવિતા, બિલકુલ જોવા લાયક છે કે નહી, તેમણે તેની પેન અને નેમ  છોડી દેવું જોઇએ. કારણ કે તે એવા નામથી ફાયદો કમાય છે જેને તમે નફરત કરો છો. કેટલાક યુઝરે તેમને મનોજના પાછળ લાગેલ મુંતશિર  હટાવવાની પણ સલાહ આપી, જેમાં મસાન ફિલ્મના ડાયરેક્ટર નીરજ ધાયવાન પણ છે.