નવી દિલ્હીઃ ભારત અને ચીનના સંબંધોમાં ચાલી રહેલા તણાવની વચ્ચે હવે મંગળવારે એક ખુની ખેલા ખેલાઇ ગયો. ગલવાન ઘાટીમાં બન્ને દેશોની સેનાઓ આમને સામને આવી ગઇ અને ઝપાઝપી થઇ, આ ઝપાઝપીમાં ભારતીય આર્મીના 20 જવાન શહીદ થઇ ગયા. જવાનોની આ શહીદી પર દેશની સાથે સાથે ફિલ્મ સ્ટારો પણ તેમની આ કુરબાનીનો નમન કરી રહ્યાં છે.

મહાનાયક અમિતભ બચ્ચને ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ આપી છે, તેને લખ્યું- જો શહીદ હુએ હૈ ઉનકી જરા યાદ કરો કુરબાની. તેમને દેશ અને અમારી રક્ષા માટે જીવની બાજી લગાવી દીધી.



આ ઉપરાંત અક્ષય કુમારે ગલવાન ઘાટીમાં ચીનની સાથે થયેલી ઝપાઝપીમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી છે. અક્ષય કુમારે ટ્વીટ કરીને લખ્યું- ગલવાન ઘાટીમાં થયેલી અમારી બહાદુર જવાનોની શહીદીથી એકદમ દુઃખી છું. રાષ્ટ્ર માટે તેની અમૂલ્ય સેવા માટે અમે સદાય તેમને ઋણી રહીશું. શહીદોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરુ છું.



એક્ટ્રેસ રકુલપ્રીત સિંહે પણ શહીદોની શહીદીને નમન કર્યુ- તેને લખ્યું- વર્ષ 2020 માત્ર અમારા માટે નુકશાનનો પર્યાય બની ગયુ છે. અમારા દેશના બહાદુર જવાનો ગલવાન ઘાટીમાં શહીદ થઇ ગયા, મારી સંવેદના શહીદોના પરિવારની સાથે છે. દેશ તમારી શહીદીને સલામ કરે છે. શાંતિ માટે શું કરવુ પડશે.



વરુણ ધવને અને યામી ગૌતમે પણ શહીદોની શ્રદ્ધાંજલિ આપી, યામી ગૌતમે ટ્વીટ કરીને લખ્યું- અમારા બહાદુર જવાનોના પરિવાર સાથે સંવેદના છે, દેશની સુરક્ષા માટે આપવામાં આવેલી આ શહીદીના અમે ઋણી રહીશું. હું શાંતિની પ્રાર્થના કરુ છું.



વળી વરુણ ધવને લખ્યું- જવાનોની શહીદીની ખબરથી મારુ દિલ બહુજ દુઃખી છે. અમે હંમેશા તેમની આ કુરબાની માટે ઋણી રહીશું.