Sangeeta Bijlani-Salman Khan Marriage: હિન્દી સિનેમામાં સુંદર અદાકારાઓની કમી નથી. 80 ના દાયકામાં પણ એક એવી સુંદર હસીનાએ ઇન્ડસ્ટ્રીમાં પગ મુક્યો હતો, અને પોતાની અદાઓનો જાદુ માત્ર ફેન્સ પર જ નહીં પરંતુ મોટા મોટા સ્ટાર પર પણ ચલાવ્યો હતો. આ એક્ટ્રેસ બીજુ કોઇ નહીં પરંતુ બૉલીવુડની હૉટ હસીના સંગીતા બિજલાણી (Sangeeta Bijlani) છે. 


આજે છે સંગીતા બિજલાણીનો જન્મદિવસ -
80ના દાયકાની બૉલીવુડની હૉટ હસીના ગણાતી સંગીતા બિજલાણી આજે પોતાના 62મો જન્મદિવસ મનાવી રહી છે, સંગીતા બિજલાણીનો જન્મ 9 જુલાઇ, 1960ના રોજ મુંબઇમાં થયો હતો, સંગીતા હિન્દુ સિન્ધી ફેમિલીમાંથી આવે છે. 


બૉલીવુડની હૉટ હસીના હતી સંગીતા બિજલાણી - 
વર્ષ 1980માં ‘મિસ ઇન્ડિયા’નો ખિતાબ જીતનારી સંગીતા બિજલાણીએ 16 વર્ષની ઉંમરમાં જ મૉડેલિંગ શરૂ કરી દીધુ હતુ, અને તે મિસ ઇન્ડિયા બની, તો બધાની નજર તેના પર જ અટકી ગઇ હતી. તે સમયે સંગીતા બિજલાણીના દિવાનાઓની કમી ન હતી, અને તેમાં એક હતો આજના બૉલીવુડનો સુપરસ્ટાર સલમાન ખાન (Salman Khan), સલમાન સંગીતા બિજલાણીની સુંદરતા પર ફિદા થઇ ગયો હતો. જોકે, બાદમાં બન્ને એકબીજાને દિલ આપી બેઠા અને ડેટિંગ શરૂ કર્યુ હતુ. તે એકબીજા સાથે લગ્ન કરવા પર માંગતા હતા, સલમાન ખાને લખેલા પુસ્તાક ‘બીઇંગ સલમાન’ અનુસાર, બન્નેના પરિવારો લગ્ન માટે રાજી થઇ ગયા હતા, કાર્ડ પણ છપાઇ ગયા હતા, અને લગ્નની તારીખ પણ નજીક આવી ગઇ હતી. પરંતુ એન્ડ સમયે સંગીતા બિજલાણીએ સલમાન સાથે લગ્ન કરવાની ના પાડી દીધી. એક રિપોર્ટ મુજબ, બંને 27 મે 1994ના લગ્ન કરવાના હતા. સંગીતાના મુજબ, સલમાને પોતે જ પોતાના લગ્નની તારીખ નક્કી કરી હતી.


સંગીતા અને સલમાને વર્ષ 1986માં એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું, એ સમયે સંગીતા ફિલ્મોમાં નહોંતી આવી. રિપોર્ટ મુજબ બંને આશરે 10 વર્ષ સુધી રિલેશનશિપમાં હતા. એમ પણ માનવામાં આવે છે કે તેમના પ્રેમ સંબંધો લગ્ન સુધી પહોંચ્યા હતા. એટલું જ નહી, એવા પણ સમાચાર હતા કે બંનેના લગ્નના કાર્ડ પણ છપાઈ ગયા હતા. સલમાને પોતે ફિલ્મ નિર્માતા કરણ જોહરના લોકપ્રિય ચેટ શો કૉફી વિથ કરણમાં આ વાત સ્વીકારી કે સંગીતાએ લગ્નના કાર્ડ છપાવ્યા હતા પરંતુ તેણે પોતે આ લગ્ન કરવાનો ઈનકાર કર્યો હતો. 


અહીંથી શરૂ થઇ સંગીતા બિજલાણી અને સલમાનની લવસ્ટૉરી - 
કહેવાય છે કે, સલમાન ખાન સંગીતાને જ્યારે ઓળખતો હતો, તો તે ફિલ્મોમાં પણ નહતો આવ્યો, બન્નેની મુલાકાત એક જિમમાં થઇ હતી, જ્યાં સંગીતા પણ વર્કઆઉટ કરવા જતી હતી. સલમાન તને જોઇને ત્યાં જ ફિદા થઇ ગયો હતો.


સંગીતા બિજલાણીને પણ સલમાન ગમી ગયો હતો, સલમાન તેનાથી પાંચ વર્ષ નાનો હતો. જોત જોતામાં બન્ને બાદમાં સીરિયસ રિલેશનશીપમાં આવી ગયા, અને તેમને લગ્ન કરવાનુ પણ નક્કી કરી લીધુ. બન્નેએ પોતાના ઘરવાળાઓને આ વાત કહી અને બન્નેના ઘરવાળાઓ પણ રાજી થઇ ગયા હતા.


લગ્નના કાર્ડ છપાયા પરંતુ......... 
સંગીતા બિજલાણી અને સલમાન ખાનના લગ્નના કાર્ડ પણ છપાઇ ગયા હતા, અને લગ્નના દિવસો પણ નજીક આવી ગયા હતા, પરંતુ તેમનુ લગ્ન તુટી ગયુ હતુ. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સંગીતા બિજલાણીની સાથે રિલેશનશીપમાં હોવા છતાં સલમાન ખાન સોમી અલીની નજીક આવી ગયો હતો, અને આ વાતની જાણ થતાં જ સંગીતા બિજલાણીએ સલમાન સાથે સંબંધો તોડી નાંખ્યા હતા.


વળી, સોમી અલી અને સલમાન ખાન ઘણા સમય સુધી એકબીજાના રિલેશનમાં રહ્યાં હતા, પરંતુ આ બન્નેના સંબંધોની વચ્ચે એશ્વર્યા રાય આવી ગઇ, અને તેમનો સંબંધ તુટી ગયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સલમાને સોમી અલીને છોડીને એશ્વર્યાને પકડી હતી, અને વળી બીજીબાજુ સોમી અલી બ્રેકઅપથી નિરાશ થઇને મિયામી ચાલી ગઇ, જ્યાંથી તે આવી હતી.


બાદમાં સંગીતા બિજલાણીએ ક્રિકેટર મોહમ્મદ અઝરુદ્દીન સાથે લગ્ન કર્યા - 
તો વળી, બીજીબાજુ સલમાન સાથે બ્રેકઅપ બાદ સંગીતા બિજલાણીએ ઇન્ડિયન ક્રિકેટર મોહમ્મદ અઝરુદ્દીન સાથે લગ્ન કરીને પોતાનુ ઘર વસાવી લીધુ હતુ, પરંતુ તેમના લગ્ન પણ ના ટક્યા, અને બન્ને વચ્ચે તલાક થઇ ગયા હતા.