નવી દિલ્હીઃ બૉલીવુડ સ્ટાર અજય દેવગનની ફિલ્મ 'તાનાજી'એ બૉક્સ ઓફિસ પર ધમાલ માચાવી દીધી છે. શુક્રવારે રિલીઝ થયેલી આ ફિલ્મે શાનદાર ઓપનિંગ કરી છે. બીજા અને ત્રીજા દિવસે એટલે કે વિકેન્ડ જબરદસ્ત કમાણી કરી છે. કમાણીના મામલે અજયે દીપિકાની છપાકને પણ પાછળ પાડી દીધી હતી.


'તાનાજી'નુ કલેક્શન
અજય દેવગન અને કાજોલની ફિલ્મ 'તાનાજી'ના બૉક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો આ ફિલ્મ કમાણીના મામલે દીપિકા પાદુકોણની છપાકથી અનેકગણી આગળ નીકળી ગઇ છે.



ફિલ્મએ બે દિવસમાં 20.57 કરોડની કમાણી કરી હતી, વળી, ત્રીજા દિવસે જબરદસ્ત કમાણી કરતા 25 થી 26 કરોડ રૂપિયાનુ કલેક્શન કરી લીધુ છે. આ બાદ ફિલ્મએ ત્રણ દિવસમાં 60 કરોડ રૂપિયાથી પણ વધુની કમાણી કરી લીધી છે.

'તાનાજી'માં એક્ટર અજય દેવગનની સાથે સાથે તેની પત્ની કાજોલ અને સાથે સૈફ અલી ખાન મુખ્ય રૉલમાં છે.