Ranbir Kapoor Summons: હાલમાં સમગ્ર દેશમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા સતત અને મોટી કાર્યવાહી ચાલી રહી છે. હવે બૉલીવૂડના જાણીતા અભિનેતા રણબીર કપૂરનું નામ પણ EDની તપાસના દાયરામાં આવી ગયું છે. ઇડીએ રણબીર કપૂર પર શિકંજો કસવાનું શરૂ કર્યુ છે. મહાદેવ ઓનલાઈન લોટરી તપાસ કેસમાં તપાસ એજન્સીએ બુધવારે અભિનેતા રણબીર કપૂરને સમન્સ પાઠવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, EDને શંકા છે કે આ મહાદેવ ઓનલાઈન લૉટરી કેસમાં કલાકારોને હવાલા દ્વારા પૈસા આપવામાં આવ્યા છે.


ઓનલાઈન ગેમિંગ કેસમાં ફસાયેલો અભિનેતા - 
ખરેખર, આ જ કારણે આ મામલે રણબીર કપૂરનું નામ સામે આવ્યું છે. કારણ કે ઓનલાઈન ગેમિંગ એપ કેસના આરોપી સૌરભ ચંદ્રાકરના લગ્નમાં અભિનેતા મહાદેવે હાજરી આપી હતી. ઉલ્લેખનીય છે કે, સૌરભ પર હવાલા દ્વારા સ્ટાર્સને પૈસા આપવાનો આરોપ છે. મળતી માહિતી મુજબ આ સમન્સ રણબીર કપૂરને પૂછપરછ માટે મોકલવામાં આવ્યું છે. જોકે આ મામલામાં રણબીર કપૂર પહેલા બૉલીવૂડના 14 સ્ટાર્સના નામ સામે આવ્યા છે. આ યાદીમાં સની લિયોનથી લઈને નેહા કક્કર સુધીના નામ સામેલ હતા.


સૌરભ ચંદ્રાકરના લગ્ન દુબઈમાં થયા હતા 
રિપોર્ટ્સ અનુસાર, આ વર્ષની શરૂઆતમાં એટલે કે ફેબ્રુઆરીમાં મહાદેવ બુક એપના પ્રમૉટર સૌરભ ચંદ્રાકરના લગ્નમાં બૉલીવૂડના કેટલાય સ્ટાર્સે હાજરી આપી હતી. સૌરભના લગ્ન દુબઈમાં ખૂબ જ ભવ્ય રીતે થયા હતા. રિપોર્ટ્સનું માનીએ તો આ લગ્નમાં 200 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. લગ્નમાં પહોંચ્યા બાદ ઘણા સ્ટાર્સે પરફોર્મન્સ પણ આપ્યું હતું.






આ ફિલ્મમાં રણબીર કપૂર જોવા મળશે - 
વર્કફ્રન્ટની વાત કરીએ તો રણબીર કપૂર ટૂંક સમયમાં જ ફિલ્મ 'એનિમલ'માં જોવા મળવાનો છે. તાજેતરમાં જ આ ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં રણબીર કપૂરની સાથે એક્ટર બોબી દેઓલ પણ મજબૂત ભૂમિકામાં જોવા મળશે. હવે આ ફિલ્મનું ટ્રેલર પણ ટૂંક સમયમાં રિલીઝ થશે. આ ફિલ્મ આ વર્ષે એટલે કે 1લી ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. જેની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.