મુંબઇઃ દેશભરમાં ચાલી રહેલી CAA પર બબાલ પર હવે બૉલીવુડના ડાયરેક્ટર અનુરાગ કશ્યપે પીએમ મોદી પર સીધો હુમલો કર્યો છે. તેમણે પીએમ મોદીને 'અહંકારી' અને 'અભણ' ગણાવી દીધા છે. ડિસેમ્બર મહિનામાં સંસદમાં નાગરિકતા સંશોધન બીલ પાસ થઇને કાયદો બની ગયુ છે, આ વાતને લઇને અનુરાગ કશ્પયે મોદી સરકારને ટ્વીટ કરીને ઝાટકી હતી.

અનુરાગ કશ્યપે ટ્વીટ પૉસ્ટમાં લખ્યુ કે, "સીએએ/સીએબી ક્યાય નથી જવાનુ, તેમના માટે કંઇપણ પાછુ ખેંચવુ અશક્ય છે, કેમકે તે તેમના માટે હાર ગણાશે. આ સરકાર દરેક વસ્તુને હાર-જીતમાં જુએ છે. તેમણો ઇગો (અહંકાર) એવો છે કે, બધા બળીને ખાખ થઇ જશે, પણ મોદી ક્યારેય ખોટા ના હોઇ શકે. કેમ? કેમકે અભણ લોકો આવા જ હોય છે"


બૉલીવુડ ડાયરેક્ટર અનુરાગ કશ્યપે પોતાની ટ્વીટમાં પીએમ મોદીને સીધે સીધા અહંકાર અને અભણ ગણાવી દીધા છે. આ ટ્વીટ નાગરિકતા કાયદાને લઇને કરવામાં આવી છે.