મુંબઈ: કોરોના મહામારી દરમિયાન શૂટિંગ દરમિયાન કોવિડ ગાઈડલાઈન (Covid 19 Guideline) નું ઉલ્લંઘન કરવા બદલ એક્ટર જિમ્મી શેરગિલ ( Jimmy Shergill) અને તેની ટીમના 35 સભ્યો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
સોની લિવ માટે બનાવવામાં આવી રહેલી વેબ સીરિઝ ‘યોર ઓનર’ના શૂટિંગ હાલમાં પંજાબ (Punjab)ના લુધિયાણામાં ચાલી રહ્યું છે. જ્યાં કોવિડ-19ના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ સીરિઝના મુખ્ય કલાકાર જિમ્મી શેરગિલ અને શો સાથે જોડાયેલા ક્રૂના 35 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવીછે. વેબ શોના નિર્દેશક ઈ. નિવાસ વિરુદ્ધ પણ પોલીસે ફરિયાદ નોંધી છે.
જો કે, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શોના નિર્દેશક ઈ. નિવાસ અને ક્રૂના બે સભ્યોની ધરપકડ કર્યા બાદ જામીન પર છોડી દીધાં હતા. ઉલ્લેખનીય છે કે,લોકડાઉનના નવા નિયમો અનુસાર પંજાબમાં કોરોના નિયંત્રણમાં લાવવા માટે લોકડાઉન સાંજે 6.00 થી સવારે 5.00 સુધી લાગુ કરવામાં આવ્યું છે.
નોંધનીય છે કે સોની લિવ પર આવનારો શો ‘યોર ઑનર’ ઈઝરાયલી વેબ શોનો રિમેક છે, જેમાં જિમ્મી શેરગિલ જજની ભૂમિકા ભજવી રહ્યો છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,60,960 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3293 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 2,61,162 લોકો ઠીક પણ થયા છે.
કુલ કેસ- એક કરોડ 79 લાખ 97 હજાર 267
કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 48 લાખ 17 હજાર 371
કુલ એક્ટિવ કેસ - 29 લાખ 78 હજાર 709
કુલ મોત - 2 લાખ 01 હજાર 709
વડાપ્રધાન મોદીના નજીકના કયા સગાનું કોરોનાના કારણે થયું નિધન ? જાણો વિગતે