ચેન્નાઇઃ સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જૂન કોરોનાનો શિકાર બન્યો છે. એક્ટર કોરોનાથી સંક્રમિત થઇ ગયો છે. સોશ્યલ મીડિયા દ્વારા એક્ટરે પોતાના સંક્રમિત થવાની જાણકારી આપી છે. એક્ટરે જણાવ્યુ કે રિપોર્ટ આવ્યા બાદ તેને ખુદને ઘરમાં જ આઇસૉલેટ કરી દીધો છે.  


અલ્લુ અર્જૂને સોશ્યલ મીડિયા પર એક પૉસ્ટ લખી છે- હું કોરોના પૉઝિટીવ થયો છું. મે ખુદને ઘરમાં જ આઇસૉલેટ કરી દીધો છે, અને તમામ પ્રૉટોકોલને ફોલો કરી રહ્યો છે. 



એક્ટરે આગળ લખ્યું- જે લોકો પણ તાજેતરમાં મારા સંપર્કમાં આવ્યા છે તે તમામે ટેસ્ટ કરાવી લેવો. 


અલ્લુ અર્જૂને પોતાના ફેન્સને અપીલ કરી છે કે તે પોતાનો ખ્લાલ રાખે અને ઘરે જ રહે, અને જેમને મોકો મળ્યો છે તે વેક્સિન લગાવી દે.


એક્ટરે પોતાના સ્વાસ્થ્ય વિશે જણાવતા લખ્યું - મારા ફેન્સ અને શુભચિંતકોને બતાવવા માંગુ છુ કે તેઓ ગભરાય નહીં, હું બિલકુલ સ્વસ્થ છું.


છેલ્લા કેટલાક દિવસોથી આ અભિનેતા પોતાના ગીત સીટી મારના કારણે ચર્ચામાં આવ્યો છે. તેનુ આ ગીત સલમાન ખાનની ફિલ્મ રાધેમાં ઉપયોગ થયુ છે. સલમાન ખાને આ હિટ ગીત માટે અલ્લુ અર્જૂનની પ્રસંશા પણ કરી છે. વળી અલ્લુ અર્જૂને સોશ્યલ મીડિયા દ્વારા દબંગ ખાનને થેન્ક્યૂ કહ્યુ છે.




દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,60,960 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3293 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 2,61,162 લોકો ઠીક પણ થયા છે. 


કુલ કેસ-  એક કરોડ 79 લાખ 97 હજાર 267


કિલ ડિસ્ચાર્જ- એક કરોડ 48 લાખ 17 હજાર 371


કુલ એક્ટિવ કેસ - 29 લાખ 78 હજાર 709


કુલ મોત - 2 લાખ 01 હજાર 709


14 કરોડથી વધારેને રસી અપાઈ
દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 14 કરોડ 78 લાખ 27 હજાર 367 ડોઝ આપવામાં આવ્યા છે.