અમદાવાદ: કોરોના વાયરસ (Coronavirus)ની બીજી લહેરે રાજ્યભરમાં કહેર મચાવ્યો છે. આ જીવલેણ વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આ કોરોના વાયરસથી સંક્રમિત વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) ના કાકી નર્મદાબેન મોદીનું મંગળવારે નિધન થયું છે.
નવભારત ટાઈમ્સના અહેવાલ અનુસાર, કોરોના સંક્રમિત નર્મદાબેન મોદીએ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. 80 વર્ષીય નર્મદાબેન પોતાના બાળકો સાથે શહેરના ન્યૂ રાણીપ વિસ્તારમાં રહેતા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નાના ભાઈ પ્રહલાદ મોદીએ નવભારત ટાઈમ્સે જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણ થયા બાદ તબીયત બગડતા અમારી કાકી નર્મદાબેનને 10 દિવસ પહેલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે મંગળવારે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. તેમણે કહ્યું કહ્યું કે, તેમની કાકીના પતિ જગજીવનદાસ વડાપ્રધાન મોદીના પિતા દામોદરદાસના ભાઈ હતા.
નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં 14352 નવા કેસ નોંધાયા છે. રાહતના સમાચાર એ છે કે સોમવારે કોરોનાના 14340 નવા કેસ નોંધાયા હતા. છેલ્લા ત્રણ દિવસથી નવા કેસની સંખ્યમાં ઘટાડો થયો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી વધુ 170 લોકોનાં મૃત્યુ થયા છે. તેની સાથે કોરોના(Coronavirus)થી કુલ મૃત્યુઆંક 6656 પર પહોંચી ગયો છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 74.37 ટકા છે.
રાજ્યમાં ગઈકાલે 7803 લોકોએ કોરોનાને મ્હાત આપી છો. તેની સાથે અત્યાર સુધી 3,90,229 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 1 લાખ 27 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,27,840 પર પહોંચ્યો છે. જેમાંથી 418 લોકો વેન્ટિલેટર પર અને 1,27,422 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 74.37 ટકા છે.
કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?
ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 26, આણંદ 1, અરવલ્લી 4, બનાસકાંઠા 5, ભરૂચ 2, ભાવનગર 2, ભાવનગર કોર્પોરેશન 2, બોટાદ 1, છોટા ઉદેપુર 1, દાહોદ 2, દેવભૂમિ દ્વારકા 1, ગાંધીનગર 1, ગીર સોમનાથ 1, જામનગર 9, જામનગર કોર્પોરેશન 9, જૂનાગઢ 2, જૂનાગઢ કોર્પોરેશન 3, કચ્છ 12, મહીસાગર 2, મહેસાણા 4, મોરબી 7, પંચમહાલ 1, પાટણ 4, રાજકોટ 4, રાજકોટ કોર્પોરેશન 9, સાબરકાંઠા 6, સુરત 4, સુરત કોર્પોરેશન 23, સુરેન્દ્રનગર 5, વડોદરા 4, વડોદરા કોર્પોરેશન 10 અને વલસાડ 3 મોત સાથે કુલ 170 લોકોના મોત થયા હતા.
કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 95,11,122 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 21,11,484 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ- 1,16,22,606 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં કોરોનાના 14352 નવા દર્દીઓ નોંધાયા છે જ્યારે 7803 લોકો સ્વસ્થ થયા છે.