Chhaava Box Office Collection Day 3: છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર છત્રપતિ સંભાજી મહારાજના જીવન પર આધારિત ફિલ્મ છાવાને રિલીઝ થયાને આજે 3 દિવસ થઈ ગયા છે અને 14મી ફેબ્રુઆરીના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મે માત્ર 3 દિવસમાં બોક્સ ઓફિસ પર કમાણી કરવાના ઘણા રેકોર્ડ બનાવ્યા છે.
વિકી કૌશલ, અક્ષય ખન્ના અને રશ્મિકા મંદન્નાની ફિલ્મે બે દિવસમાં રૂ. 70 કરોડથી વધુની કમાણી કરી છે, જે વર્ષ 2025માં રિલીઝ થયેલી ઘણી ફિલ્મોના લાઈફટાઈમ કલેક્શનને વટાવી ગઈ છે. ફિલ્મની આજની કમાણી સાથે જોડાયેલા પ્રારંભિક આંકડાઓ પણ સામે આવ્યા છે, તો ચાલો જાણીએ ફિલ્મે અત્યાર સુધી કેટલી કમાણી કરી છે.
'છાવા' બોક્સ ઓફિસ કલેક્શન
મેડૉક ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી છાવાની પ્રથમ દિવસની કમાણીનાં સત્તાવાર આંકડા અનુસાર, ફિલ્મે પ્રથમ દિવસે 33.1 કરોડ રૂપિયા અને બીજા દિવસે 39.30 કરોડ રૂપિયાની કમાણી કરી છે. એટલે કે ફિલ્મે માત્ર 2 દિવસમાં 72.40 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી.
ફિલ્મે આજે બપોરે 3:30 વાગ્યા સુધી 18.7 કરોડ રૂપિયાની કમાણી કરી છે અને કુલ કમાણી 91.1 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. જો કે, આ આંકડા અંતિમ નથી. આમાં ફેરફાર થઈ શકે છે. આ ફિલ્મ ટુંક સમયમાં 100 કરોડનો આંકડો પાર કરવા જઈ રહી છે.
'છાવા'એ ત્રણ દિવસમાં 100 કરોડ રૂપિયાની કમાણી કરીને આ રેકોર્ડ તોડ્યો
'છાવા'એ માત્ર 3 દિવસમાં 100 કરોડની કમાણી કરીને સ્કાય ફોર્સનો રેકોર્ડ તોડ્યો છે. અક્ષય કુમારની સ્કાયફોર્સે 8 દિવસમાં 100 કરોડનો આંકડો પાર કરી લીધો છે. છાવાએ આના કરતા ત્રણ ગણી ઝડપી કમાણી કરીને રૂ. 100 કરોડના આંકડાને સ્પર્શ કર્યો છે.
'છાવા'એ વિકી કૌશલનો આ રેકોર્ડ તોડ્યો
વિકી કૌશલની તમામ ફિલ્મોમાંથી કોઈએ પ્રથમ વીકએન્ડમાં 100 કરોડનો આંકડો પાર કર્યો નથી. આ પહેલા તેની માત્ર ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઈકે પહેલા વીકએન્ડમાં 35.73 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ સિવાય તેની ફિલ્મ રાઝીની ઓપનિંગ વીકેન્ડની કમાણી 32.94 કરોડ રૂપિયા હતી. છાવાએ તેનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. હવે આ ફિલ્મ વિકી કૌશલની પહેલા વીકેન્ડમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે.
'છાવા'નું બજેટ અને સ્ટારકાસ્ટ
કોઈમોઈના અહેવાલ મુજબ, 'છાવા' 130 કરોડ રૂપિયામાં બનાવવામાં આવી છે. લક્ષ્મણ ઉતેકરના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં વિકી કૌશલ અને રશ્મિકા મંદન્ના જેવા કલાકારો સાથે અક્ષય ખન્ના, આશુતોષ રાણા અને વિનીત કુમાર સિંહ જેવા મોટા ચહેરાઓ પણ તેમની અભિનય કૌશલ્ય દર્શાવતા જોવા મળે છે.